ટ્રેન્ડિંગધર્મ

નિર્જળા એકાદશી કે ભીમ અગિયારસ ક્યારે? શું છે આ દિવસનું મહત્ત્વ?

Text To Speech
  • તમામ એકાદશીઓમાં જેઠની શુક્લ પક્ષની આ નિર્જળા એકાદશીનું પોતાનું આગવું સ્થાન છે. નિર્જળા એકાદશીમાં પાણી પીધા વિના ઉપવાસ કરવાનો નિયમ છે

જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ નિર્જળા એકાદશી વ્રત રાખવામાં આવે છે . તેને ભીમ અગિયારસ કે ભીમ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. દર મહિનામાં બે એકાદશીઓ, એક કૃષ્ણ પક્ષમાં અને બીજી શુક્લ પક્ષમાં આવે છે. દરેક એકાદશીમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે. એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. જાણો નિર્જળા એકાદશી ક્યારે ઉજવવામાં આવે અને તેની પૂજાનો શુભ સમય કયો છે.

નિર્જલા એકાદશીનું મહત્ત્વ

તમામ એકાદશીઓમાં જેઠની શુક્લ પક્ષની આ નિર્જળા એકાદશીનું પોતાનું આગવું સ્થાન છે. નિર્જળા એકાદશીમાં પાણી પીધા વિના ઉપવાસ કરવાનો નિયમ છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ વર્ષની તમામ એકાદશીઓનું વ્રત ન કરી શકે તે આ એકાદશીનો ઉપવાસ કરીને અન્ય એકાદશીઓનો લાભ લઈ શકે છે. નિર્જળા એકાદશીનું વ્રત ખૂબ જ કઠિન માનવામાં આવે છે કારણ કે તેમાં અન્ન કે પાણીનું સેવન વર્જિત છે. આ વ્રત કરવાથી દરેક પાપોમાંથી મુક્તિ મળતી હોવાનો ઉલ્લેખ ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કરેલો છે.

નિર્જળા એકાદશી 2024 નું શુભ મુહૂર્ત અને પારણાનો સમય

  • જેઠ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ 17મી જૂન સવારે 4.43 વાગ્યે શરૂ થશે અને 18મી જૂન સવારે 7.28 વાગ્યે સમાપ્ત થશે.
  • નિર્જળા એકાદશીનું વ્રત 18 જૂન, 2024ના રોજ કરવામાં આવશે.
  • નિર્જલા એકાદશીનો પારણાનો સમય 19 જૂને, સવારે 5:24 થી 7:28 વચ્ચે રહેશે.

આ પણ વાંચોઃ ઘરના મુખ્યદ્વાર પર લગાવો વિધ્નહર્તાની તસવીર, દરેક પરેશાની થશે દૂર 

Back to top button