રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીનું ક્યારથી કરવામાં આવે છે ? તમે જાણો છો ?
આજે રાષ્ટ્રીય યુવા દિવસ છે અને સમગ્ર દેશમાં આ રાષ્ટ્રીય યુવા દિવસની થીમ પર ઘણા બધા કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે આ રાષ્ટ્રીય યુવા દિવસ કેમ ઉજવવામાં આવે છે? ક્યારથી ઉજવવામાં આવે છે? તેની પાછળ શું છે મુખ્ય કારણ ? ઘણા બધા પ્રશ્નોનું આપણને બધાને કુતૂહલ હશે. તો આવો આપણે જાણીએ આ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી પાછળનું મુખ્ય કારણ
આ પણ વાંચો : ડાયમંડ સીટીમાં પંતગ રસિયાઓનું નવું નજરાણું, હવે ચાંદીની પતંગ-ફિરકી ! શું છે કિંમત
‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’ આ વાક્ય આપણે નાનપણથી જ ઘણી જગ્યાએ સાંભળ્યું હશે, તો ઘણી જગ્યાએ વાંચ્યું હશે. વિદ્યાર્થી કાળથી જ આ પ્રેરણાદાયક વાક્ય ઘણીવાર સાંભળ્યું હશે. આવા આપણા સૌના આદર્શ અને જેને હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે ખ્યાતિ અપાવી એવા ‘ભારતના રાષ્ટ્રીય સંત’ સ્વામી વિવેકાનંદના જન્મદિવસ નિમિત્તે એમના માનમાં આ રાષ્ટ્રીય યુવા દિવસની સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવે છે.
12 જાન્યુઆરી 1863માં જન્મેલ સ્વામી વિવેકાનંદના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા 1984માં પ્રથમ વખત રાષ્ટ્રીય યુવા દિવસની જાહેરાત કરવામાં આવી હતી. જે સમયે દેશમાં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ યુવાનોને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની જાહેરાત કરી હતી. આ દિવસને ધ્યાનમાં રાખી યુવા પુરસ્કારની પણ કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે છે.
સ્વામી વિવેકાનંદના જીવનમાં ગુજરાતનું પણ યોગદાન રહેલું છે. સ્વામી વિવેકાનંદે ધર્મના પ્રચાર માટે 1891, 1892માં અમદાવાદ, વઢવાણ, લીમડી, ભાવનગર, શિહોર, જુનાગઢ, ગીરનાર, પાલીતાણા, ભૂજ, વેરાવળ સોમનાથ, નડિયાદ, દ્વારકા, માંડવી, નારાયણ સરોવર, વડોદરા સહિત સ્થળોએ પ્રવાસ કર્યો હતો અને રાજકોટ, મોરબી, લિંમડી સહિત અનેક રાજવીઓએ તેમને ખૂબ આવકાર અને ધર્મપ્રચાર માટે સહાય આપી હતી.
આ પણ વાંચો : CMOએ વોટ્સએપ નંબર જાહેર કર્યાના એક જ દિવસમાં મળી ઢગલાબંધ ફરિયાદો, તંત્ર હરકતમાં
વિવેકાનંદ અંગે આપણે સૌને ધ્યાન હશે જ કે 1993માં શિકાગો ખાતેની ધર્મસભામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું જ્યાં અલગ અલગ દેશમાંથી અલગ અલગ ધર્મના પ્રતિનિધિઓની ધર્મસભા થઈ હતી. સ્વામી વિવેકાનંદના જીવનમાં એક સ્વામી વિવેકાનંદે રાજસ્થાનમાં ખેતડીના રાજા અજીત સિંહની આર્થિક સહાયથી શિકાગોમાં ધર્મ સંસદમાં હાજરી આપી હતી. અહીં તેમણે ભારત વતી સનાતન ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું. 11 સપ્ટેમ્બર, 1893 ના રોજ ધર્મ સંસદમાં વિવેકાનંદના ઉત્કૃષ્ટ ભાષણે સમગ્ર વિશ્વમાં ભારતનું સન્માન વધાર્યું. સ્વામી વિવેકાનંદે 11 સપ્ટેમ્બર 1893 ના રોજ વિશ્વ ધર્મ સંસદમાં તેમના ભાષણ દ્વારા વિશ્વને જે સંદેશ આપ્યો તે આજે પણ તેટલો જ સુસંગત છે. આ ભાષણથી સ્વામી વિવેકાનંદે સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને સન્માન આપવાનું કામ કર્યું.
સ્વામી વિવેકાનંદે ગરીબોની સેવાને મોટો ધર્મ ગણાવ્યો હતો. વિવેકાનંદે તેમના સાથીઓ અને શિષ્યોને કહ્યું કે જો તેઓ ભગવાનની ખરેખર સેવા કરવા માંગતા હોય તો ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ કરો. વિવેકાનંદ માનતા હતા કે ભગવાન ગરીબો અને જરૂરિયાતમંદોમાં વસે છે. જો કે, અથાક મહેનતને કારણે સ્વામી વિવેકાનંદની તબિયત સતત લથડી રહી હતી. ડિસેમ્બર 1898 માં તેઓ ફરીથી અમેરિકા અને યુરોપિયન દેશોમાં ધાર્મિક પરિષદોમાં ભાગ લેવા ગયા. ત્યાંથી ભારત પાછા ફર્યા પછી વિવેકાનંદનું 4 જુલાઈ, 1902ના રોજ બેલુર મઠમાં અવસાન થયું. 39 વર્ષની નાની ઉંમરે તેમણે સમગ્ર વિશ્વમાં આધ્યાત્મિકતાની ભાવના જગાડી ક્રાંતિ સર્જી હતી.
આમ સ્વામી વિવેકાનંદ 160મી જન્મજયંતી ઉજવણી છે ત્યારે તેઓનું ઉર્જામય તેજસ્વી જીવન એ વિદ્યાર્થી યુવાઓ માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. વિદ્યાર્થી એ દેશનું આવતીકાલનું ભવિષ્ય છે અને આ દેશની કાગાડોળ એ તેઓએ જ સાંભળવાનું છે આથી વિદ્યાર્થી અને યુવાનો જાગ્રત થાય અને દેશ માટે કઈક કરી છૂટવાની ભાવના પેદા થાય એ હેતુથી સમગ્ર દેશમાં આ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવે છે.