મહાશિવરાત્રિ ક્યારે? જાણો મુહૂર્ત અને ભગવાન શિવ સાથે જોડાયેલા રહસ્યો
- આ વર્ષે મહાશિવરાત્રિ 8 માર્ચના રોજ આવે છે. એવી માન્યતા છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવના લગ્ન માતા પાર્વતી સાથે થયા હતા.
અમદાવાદ, 28 ફેબ્રુઆરી 2024ઃ મહા વદ તેરસના દિવસે મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રિ 8 માર્ચના રોજ આવે છે. એવી માન્યતા છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવના લગ્ન માતા પાર્વતી સાથે થયા હતા. 8 માર્ચના રોજ સંધ્યાકાળે શિવજીની પૂજાના મુહૂર્ત છે.
મહાશિવરાત્રિ 2024 પૂજા મુહૂર્ત
8 માર્ચના રોજ મહાશિવરાત્રિના દિવસે શિવજીની પૂજાનો સમય સાંજે 6.25 વાગ્યાથી રાતે 9.28 સુધી છે. આ ઉપરાંત ચાર પ્રહરના મુહૂર્ત આ પ્રમાણે છે.
રાત્રિ પ્રથમ પ્રહર પૂજા- સાંજે 6.25 વાગ્યાથી રાતે 9.28 વાગ્યા સુધી
રાત્રિ દ્વિતિય પ્રહર પૂજા- રાતે 9.28 વાગ્યાથી 9 માર્ચ રાતે 12 વાગ્યા સુધી
રાત્રિ તૃતિય પ્રહર પૂજા- રાતે 12.31 વાગ્યાથી સવારે 3.34 વાગ્યા સુધી
રાત્રિ ચતુર્થ પ્રહર પૂજા- સવારે 3.34 વાગ્યાથી સવારે 6.37 વાગ્યા સુધી
નિશિતા કાળ મુહૂર્ત રાતે 12.07 વાગ્યાથી 12.55 વાગ્યા સુધી (9 માર્ચ)
વ્રત પારણાનો સમય- સવારે 6.37 વાગ્યાથી બપોરે 3.28 વાગ્યા સુધી (9 માર્ચ)
જાણો ભગવાન શિવ સાથે જોડાયેલા આ રહસ્યો
- ભગવાન શિવને સ્વયંભુ કહેવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તે અજાત છે. તે ન તો શરૂઆત છે કે ન તો અંત. ભોલેનાથની ઉત્પત્તિ વિશે રહસ્ય હજુ પણ અકબંધ છે.
- શિવપુરાણ અનુસાર, ભગવાન શિવને સ્વયં પ્રગટ માનવામાં આવે છે, જ્યારે વિષ્ણુ પુરાણ અનુસાર, ભગવાન વિષ્ણુના માથાના તેજથી શિવની ઉત્પત્તિ થઈ હોવાનું કહેવાય છે.
- કહેવાય છે કે જેના પર શિવની કૃપા હોય છે તેને જીવનમાં કોઈપણ સંકટનો સામનો કરવો પડતો નથી. ભગવાન શિવની પૂજા લિંગના રૂપમાં કરવામાં આવે છે. શિવને પ્રસન્ન કરવાનો એક જ ઉપાય છે, તેમની સાચી ભક્તિ.
આ પણ વાંચોઃ શું અંબાણીનો પરિવાર હવે રાજકારણમાં આવશે? અનંતે કહ્યું…