મહાશિવરાત્રિ ક્યારે છે 18 કે 19 ફેબ્રુઆરી? જાણીને દૂર કરો તમારી મુંઝવણ
હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનું ખુબ જ મહત્ત્વ છે. મહાશિવરાત્રિનો તહેવાર મહા વદ તેરસે આવે છે. ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજાનો આ સૌથી મોટો તહેવાર છે. એવું માનવામાં આવે છે કે આ તિથી પર દેવાધિદેવ ભગવાન શિવના લગ્ન જગત જનની માતા પાર્વતી સાથે થયા હતા. મહાશિવરાત્રિના દિવસે ભક્તો મહાદેવજીને ખુશ કરવા માટે ઉપવાસ પણ રાખતા હોય છે.
એક માન્યતા એવી પણ છે કે આ દિવસે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોનું ધરતી પર પ્રાગટ્ય થયુ હતુ. આ દિવસે લોકો ભગવાન ભોલેનાથની સંપુર્ણ વિધિ વિધાન સાથે પુજા અર્ચના કરે છે. આ દિવસે ફરાળ અથવા માત્ર ફળાહાર કરીને ઉપવાસ પણ રાખવામાં આવે છે. મહા માસમાં આવતી શિવરાત્રિને મહાશિવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. જોકે આ વખતે તિથિ અને તારીખને લઇને કેટલીક મુંઝવણ છે.
ક્યારે છે મહાશિવરાત્રિ
મહાશિવરાત્રિની શરૂઆત 18 ફેબ્રુઆરીએ રાતે 8.03 વાગ્યાથી થશે. તેનું સમાપન 19 તારીખે સાંજે 4.19 વાગ્યે થશે. તેથી આ તહેવાર 18 ફેબ્રુઆરીએ જ મનાવવામાં આવશે. નિશિથ કાળ રાતે 12.28થી 1.16 સુધી છે. શિવરાત્રિના દિવસે રાતના સમયે ચારે પ્રહરની પુજા કરવામાં આવે છે.
પ્રથમ પ્રહર
તેનો સમય સાંજે 6.41 વાગ્યાથી લઇને 9.47 મિનિટ સુધીનો છે. આ પુજમાં શિવજીને દુધ અર્પિત કરવામાં આવે છે. સાથે સાથે જળની ધારાથી અભિષેક કરવામાં આવે છે.
બીજો પ્રહર
તેનો સમય રાતે 9.47 વાગ્યાથી રાતે 12.53 મિનિટનો છે. આ પુજામાં શિવજીને દહીં અર્પિત કરવામાં આવે છે. સાથે સાથે જલ ધારાથી અભિષેક કરવામાં આવે છે અને બીજા પ્રહરની પૂજામાં શિવ મંત્રનો અવશ્ય જપ કરો.
ત્રીજો પ્રહર
તેનો સમય રાતે 12.53થી 3.58 સુધીનો છે. આ પૂજામાં શિવજીને ઘી અર્પિત કરવુ જોઇએ ત્યારબાદ જળનો અભિષેક કરવો જોઇએ.
ચોથો પ્રહર
તેનો સમય 19 ફેબ્રુઆરીની સવારે 3.58 મિનિટથી 7.06 મિનિટ સુધીનો છે. આ પુજામાં શિવજીને મધ અર્પિત કરવુ જોઇએ. ત્યારબાદ જળાભિષેક કરવો જોઇએ.
મહાશિવરાત્રિ પર ત્રિગ્રહી યોગ
આ વર્ષે મહાશિવરાત્રિનું પર્વ ખાસ છે કેમકે આ વખતે મહાશિવરાત્રિ પર ત્રિગ્રહી યોગનું નિર્માણ થવા જઇ રહ્યુ છે. 17 જાન્યુઆરી 2023ના રોજ ન્યાય દેવ કુંભ રાશિમાં વિરાજમાન થયા હતા. જ્યારે 13 ફેબ્રુઆરીએ ગ્રહોનો રાજા સુર્ય પણ આ રાશિમાં પ્રવેશ કરશે. 18 ફેબ્રુઆરીએ શનિ અને સુર્ય ઉપરાંત ચંદ્રમા પણ કુંભ રાશિમાં હશે. તેથી કુંભ રાશિમાં શનિ, સુર્ય અને ચંદ્રમા મળીને ત્રિગ્રહી યોગનું નિર્મામ કરશે. આ એક દુર્લભ સંયોગ માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ મહાશિવરાત્રિ અને સોમવતી અમાસે આ શિવલિંગમાં બિરાજે છે ભગવાન ભોલેનાથ