ધર્મ

ક્યારે છે કાલ ભૈરવ જયંતી જાણો સાચી તારીખ અને તિથિ !

Text To Speech

ભગવાન શિવના ઉગ્ર સ્વરૂપ માનવામાં આવતા કાલ ભૈરવની જયંતી આ વર્ષે 16 નવેમ્બરના દિવસે ઉજવવામાં આવશે. કાલ ભૈરવ જયંતીનુ મહત્વ શું છે તે જાણીએ.

કાલ ભૈરવની જયંતીનું પુજાનું મૂહર્ત

ભગવાન શિવના ઉગ્ર સ્વરૂપ માનવામાં આવતા કાલ ભૈરવની જયંતી કારતક મહિનાના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે મનાવામાં આવે છે. આ વર્ષે કાલ ભૈરવની જયંતી 16 નવેમ્બર અને બુધવારના દિવસે ઉજવવામાં આવશે. આ વર્ષે કાલ ભૈરવની જયંતીના દિવસે બ્રહ્મ યોગ બનવાથી આ દિવસનું મહત્વ વધી જશે.

કાલ ભૈરવની જયંતીની તિથિ

કારતક મહિનાના કૃષ્ણ પક્ષની આઠમના અને 16 નવેમ્બરના દિવસે સવારે 5.49 થી બીજા દિવસ 17 નવેમ્બરની સવારે 7.57 મિનિટ સુધી બ્રહ્મ યોગ બની રહ્યો છે. જો કાલ ભૈરવ જયંતીનાં દિવસની વાત કરીએ તો તે મોડી રાત્રે 1.09 સુધી બ્રહ્મ યોગ બની રહ્યો છે.

ક્યારે છે કાલ ભૈરવ જયંતી જાણો સાચી તારીખ અને તિથિ ! -humdekhengenews

શુભ મૂહર્ત

કાલ ભૈરવની પૂજા નિશિતા સમય દરમિયાન કરવામાં આવે છે. આ દિવસે નિશિતા મૂહર્ત રાત્રે 11 વાગ્યાને 40 થી 12. 33 મિનિટ સુધી છે. જે લોકો સવારે પૂજા કરવા ઈચ્છતા હોય તે લોકો સવારે 6.44 મિનિટ થી 9.25 સુધી પૂજા કરી શકે છે. જે લોકો સાંજે પૂજા કરવા માંગતા હોય તે લોકો સાંજે 04.07 થી 05.27 મિનિટ અને 07.07 થી 10.26 મિનિટના સુધી શુભ મૂહર્ત કરી શકે છે.

આ પણ વાંચો : અમદાવાદ : પ્રમુખ સ્વામી મહારજનો શતાબ્દી મહોત્સવ માટેે આ રીતે તૈયાર થઈ રહી છે સાઈટ, જાણો રસપ્રદ માહિતીઓ

મહત્વ

પૌરાણિક કથા અનુસાર માતા સતી તેમના પિતા રાજા દક્ષ દ્વારા યોજાયેલ હવનમાં ગયા હતા. જ્યા પતિ શંકર ભગવાનનું અપમાન થતા માતા સતીએ કુંડમાં અગ્નિદાહ કર્યો હતો. ત્યારે ભગવાન શિવ ક્રોધીત થયા ત્યારે કાલ ભૈરવની ઉત્પતિ થઇ હતી અને કાલ ભૈરવે રાજા દક્ષને દંડીત કર્યા હતા.

Back to top button