IPL-2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

IPL 2024 ની હરાજી ક્યારે? કેવી રીતે મફતમાં જોઈ શકાશે LIVE?

  • IPL ની હરાજી પ્રથમ વખત દેશની બહાર આયોજિત થવા જઈ રહી છે
  • IPL 2024 ની હરાજી આવતી કાલે એટલે કે 19 ડિસેમ્બરે દુબઈના કોકા કોલા એરેના ખાતે યોજાશે

દુબઈ, 18 ડિસેમ્બર: IPL 2024 માટેની હરાજી આવતી કાલે એટલે કે 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે. આઈપીએલના ઈતિહાસમાં આ પ્રથમ વખત પહેલી વખત IPLની હરાજી ભારતની બહાર વિદેશમાં થવા જઈ રહી છે. આ વખતની હરાજી માટે કુલ 333 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. જો કે, 10 ટીમો મળીને આમાંથી માત્ર 77 ખેલાડીઓની ખરીદી થશે.

IPL 2024 ની હરાજી કયા સમયે શરૂ થશે?

IPL 2024 ની હરાજી દુબઈના કોકા કોલા એરેના ખાતે યોજાશે, જ્યાં 10 ફ્રેન્ચાઇઝી ટીમો ખેલાડીઓ પર બોલી લગાવશે. આ હરાજી સ્થાનિક સમય અનુસાર સવારે 11:30 વાગ્યે અને ભારતીય સમય અનુસાર બપોરે 1:00 વાગ્યે શરૂ થશે. આ વખતે એક દિવસ માટે હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે.

હરાજી LIVE ક્યાં જોઈ શકાશે ?

IPL 2024ની હરાજીનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ સિવાય ક્રિકેટ પ્રેમીઓ પોતાના મોબાઇલ ફોન પર પણ મફતમાં હરાજી જોઈ શકે છે. તમે મોબાઈલ પર Jio સિનેમા એપ પર IPL 2024 હરાજીની લાઈવ સ્ટ્રીમિંગ ફ્રીમાં જોઈ શકો છો.

IPL 2024 હરાજી માટે કઈ ટીમ પાસે કેટલા સ્લોટ બાકી ?

  1. ચેન્નાઈ સુપર કિંગ્સ- 6 સ્લોટ
  2. દિલ્હી કેપિટલ્સ- 9 સ્લોટ
  3. ગુજરાત ટાઇટન્સ- 8 સ્લોટ
  4. KKR- 12 સ્લોટ
  5. લખનૌ સુપર જાયન્ટ્સ- 6 સ્લોટ
  6. મુંબઈ ઈન્ડિયન્સ- 8 સ્લોટ
  7. પંજાબ કિંગ્સ- 8 સ્લોટ
  8. RCB- 6 સ્લોટ
  9. રાજસ્થાન રોયલ્સ- 8 સ્લોટ
  10. સનરાઇઝર્સ હૈદરાબાદ- 6 સ્લોટ

આ વખતની હરાજી માટે કુલ 333 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.  જ્યારે IPLની 10 એ ટીમો જોડે બાકી રહેલા સ્લોટની વાત કરીએ તો માત્ર 77 જ છે. જેથી આવતી કાલે 333 ખેલાડીઓમાંથી માત્ર 77 ખેલાડીઓ જ IPLની 10 ટીમો દ્વારા ખરીદવામાં આવશે.

IPL 2024 હરાજી માટે કોની જેડે કેટલું બજેટ ?

  1. સનરાઇઝર્સ હૈદરાબાદ – 34 કરોડ
  2. કોલકાતા નાઈટ રાઈડર્સ – 32.70 કરોડ
  3. ચેન્નાઈ સુપર કિંગ્સ – 31.4 કરોડ
  4. પંજાબ કિંગ્સ – 29.1 કરોડ
  5. દિલ્હી કેપિટલ્સ – 28.95 કરોડ
  6. RCB- 23.25 કરોડ
  7. મુંબઈ ઈન્ડિયન્સ-17.75 કરોડ
  8. રાજસ્થાન રોયલ્સ- 14.5 કરોડ
  9. લખનૌ સુપર જાયન્ટ્સ – 13.15 કરોડ
  10. ગુજરાત ટાઇટન્સ-38.15 કરોડ

દુબઈમાં યોજાવા જઈ રહેલી IPL 2024ની હરાજીમાં એક ભારતીય મહિલા બોલી લગાવશે

મળતા અહેવાલો મુજબ, આ વખતે ભારતીય મહિલા મલ્લિકા સાગર IPLની હરાજીમાં બોલી લગાવશે. મલ્લિકા સાગર મુંબઈમાં રહે છે અને તે પહેલા પણ આ કામ કરી ચૂકી છે. મલ્લિકાએ મહિલા પ્રીમિયર લીગ 2023માં સતત 2 વખત તમામ ખેલાડીઓની સફળતાપૂર્વક હરાજી કરી છે. Cricbuzzના અહેવાલ મુજબ, BCCIએ ફ્રેન્ચાઇઝીઓને જાણ કરી છે કે-મલ્લિકા સાગર, એક સ્વતંત્ર વ્યાવસાયિક હરાજી કરનાર, હરાજીનું સંચાલન કરશે અને તે હરાજીના તમામ પાસાઓ માટે એકમાત્ર મધ્યસ્થી રહેશે.

આ પણ વાંચો: IPL 2024ની હરાજી પહેલા મોટો નિર્ણય, ચાહકોને પહેલીવાર જોવા મળશે આ ફેરફાર

Back to top button