ટ્રેન્ડિંગધર્મ

હનુમાન જયંતિ ક્યારે? જાણો મુહુર્ત અને પૂજન વિધિ

Text To Speech
  • સમગ્ર દેશમાં આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે.
  • દર વર્ષે હનુમાન જયંતિ ચૈત્ર મહિનાની પૂનમના દિવસે મનાવાય છે.
  • 6 એપ્રિલના રોજ જ હનુમાનજયંતિ મનાવવામાં આવશે.

હનુમાનજયંતિ બજરંગબલીના જન્મદિવસના રૂપમાં મનાવવામાં આવે છે. આ વખતે હનુમાન જયંતિ 6 એપ્રિલ ગુરૂવારના રોજ મનાવવામાં આવશે. આ દિવસે ભક્તજનો બજરંગબલીને પ્રસન્ન કરવા માટે વ્રત રાખે છે. દર વર્ષે હનુમાન જયંતિ ચૈત્ર મહિનાની પૂનમના દિવસે મનાવાય છે. સમગ્ર દેશમાં આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ શુભ દિવસને હનુમાન જન્મોત્સવના નામથી મનાવવામાં આવે છે. હનુમાનજીને બજરંગબલી, મારુતિનંદન જેવા નામથી પણ બોલાવવામાં આવે છે.

હનુમાન જયંતિ ક્યારે? જાણો મુહુર્ત અને પૂજન વિધિ hum dekhenge news

જાણો હનુમાનજયંતિના મુહુર્ત

આ વર્ષે ચૈત્ર મહિનાની પૂનમ 5 એપ્રિલે સવારે 9.19થી શરૂ થશે અને તે 6 એપ્રિલ સવારે 10.04 સુધી ચાલશે. જોકે ઉદયાતિથિ અનુસાર 6 એપ્રિલના રોજ જ હનુમાનજયંતિ મનાવવામાં આવશે. આ વર્ષે હનુમાનજયંતિ હર્ષણ યોગમાં મનાવાશે. આ દિવસે હસ્ત અને ચિત્રા નક્ષત્ર રહેશે.

હનુમાન જયંતિ ક્યારે? જાણો મુહુર્ત અને પૂજન વિધિ hum dekhenge news

જાણો હનુમાન જયંતિની પૂજનવિધિ

હનુમાનજયંતિના દિવસે સવારે હનુમાનજીના મંદિર અવશ્ય જવુ જોઇએ. હનુમાનજીના દર્શન કરીને તેમની સમક્ષ ઘી કે તેલનો દીપક પ્રગટાવવો જોઇએ. ત્યારબાદ 11 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઇએ. એવી માન્યતા છે કે આમ કરવાથી બજરંગ બલિ પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી જીવની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. વ્રતના દિવસે માતા સીતા અને શ્રીરામનું પણ સ્મરણ કરો. સવારે વહેલા ઉઠીને હનુમાનજીની પૂજા કરો. ષોડશોપચાર વિધિથી હનુમાનજીની આરાધના કરો.

આ પણ વાંચોઃ વાસ્તુની આ ભુલો તમને દેવામાં ડુબાડી શકે છેઃ આ ટિપ્સ કરો ફોલો

Back to top button