ક્યારે છે ગણેશ ચતુર્થી? તિથિની મુંઝવણ કરો દુરઃ આ છે શુભ મુહૂર્ત
- 16 સપ્ટેમ્બરથી ભાદરવા મહિનાની શરૂઆત
- ભાદરવા મહિનાના શુક્લ પક્ષમાં આવે છે ગણેશ ચતુર્થી
- દસ દિવસના ગણેશોત્સવનો થશે પ્રારંભ
ભારતમાં શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ તહેવારોની સીઝન શરૂ થઇ જતી હોય છે. હવે શ્રાવણ મહિનો પુરો થવાના આરે છે. 16 સપ્ટેમ્બરથી ભાદરવો મહિનો શરૂ થશે. આ વર્ષના સૌથી મહત્વપૂર્ણ તહેવારો પૈકીનો એક છે ગણેશ ચતુર્થી. ગણેશજીની પ્રતિમાઓ તૈયાર કરી દેવાઈ છે. પંડાલ અને લાઈટ લગાવી દેવાઈ છે અને આ ભવ્ય તહેવારને ધૂમધામથી મનાવવા માટે તૈયારીઓ ચાલી રહી છે.
ગણેશ ચતુર્થી દરમિયાન ભક્તો ધન, સમૃદ્ધિ અને સફળતાની કામના કરતા પોતાના ઘરમાં તેમનું સ્વાગત કરે છે. હિંદુ કેલેન્ડર અનુસાર ગણેશ ચતુર્થી ભાદરવા મહિનાના શુક્લ પક્ષમાં આવે છે જે દર વર્ષે ઓગસ્ટ કે સપ્ટેમ્બરની આસપાસ આવે છે. આને ગણેશોત્સવ પણ કહેવામાં આવે છે. આ 10 દિવસનો તહેવાર હોય છે જેની પૂર્ણાહૂતિ અનંત ચતુર્દશીના દિવસે થાય છે આ દિવસે ગણેશ વિસર્જન કરાય છે.
ગણેશ ચતુર્થી ક્યારે છે?
આ વર્ષે ગણેશ ચતુર્થીનો ઉત્સવ 19 સપ્ટેમ્બર 2023 અને મંગળવારે છે. આ દિવસથી ગણેશોત્સવનો પ્રારંભ થશે. 28 સપ્ટેમ્બર 2023એ ગણેશ વિસર્જન સાથે ગણેશોત્સવ સમાપ્ત થશે.
ચતુર્થી તિથિ આરંભઃ 18 સપ્ટેમ્બર 2023એ બપોરે 12:39 વાગ્યાથી
ચતુર્થી તિથિ સમાપ્તઃ 19 સપ્ટેમ્બર 2023 એ બપોરે 01.43 વાગે
આ રીતે મનાવાય છે ગણેશ ચતુર્થી
ગણેશોત્સવ મહારાષ્ટ્ર, પૂણે, ગુજરાત અને કર્ણાટક સહિત ઘણા રાજ્યોમાં મનાવવામાં આવે છે. આ રાજ્યોના લોકો ગણેશજીની મૂર્તિઓને ઘર પર પણ લઈ જાય છે અને સામુહિક પંડાલો કે સોસાયટીઓમાં પણ લાવે છે. 10 દિવસ સુધી ભગવાન ગણેશની પૂજા કરે છે. તેઓ તે સ્થાનને રોશની અને ફૂલોથી સજાવે છે અને પોતાના પ્રિય દેવતાને સારા કપડા, ફૂલોના આભૂષણ પહેરાવે છે. ભક્તો નવા કપડા પણ પહેરે છે, ઘરની સાફ સફાઈ કરે છે અને ભગવાન ગણેશજીની પૂજા કરે છે, તેમને લાડુનો ભોગ ધરાવે છે.
આ પણ વાંચોઃ બાબા વેંગાની વિનાશની ભવિષ્યવાણીએ લોકોને ડરાવ્યાઃ જાણો 2023ની ચોંકાવનારી આગાહીઓ