ટ્રેન્ડિંગધર્મ

દેવશયની એકાદશી ક્યારે છે? શું છે તેનું મહત્ત્વ? ચાતુર્માસનો પણ પ્રારંભ

  • અષાઢ મહિનાના સુદ પક્ષમાં આવતી દેવશયની એકાદશી ખૂબ જ મહત્ત્વની છે. તેને દેવપોઢી અગિયારસ પણ કહેવાય છે

હિંદુ ધર્મમાં અગિયારસ તિથિનું વિશેષ મહત્ત્વ છે અને આ તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. વર્ષમાં કુલ 24 અગિયારસ આવે છે. જેમાં એક કૃષ્ણ પક્ષમાં અને બીજી શુક્લ પક્ષમાં આવે છે. અષાઢ મહિનાના સુદ પક્ષમાં આવતી દેવશયની એકાદશી ખૂબ જ મહત્ત્વની છે. તેને દેવપોઢી અગિયારસ પણ કહેવાય છે.

શું છે દેવપોઢી એકાદશીનું મહત્ત્વ?

એવી માન્યતા છે કે આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી ક્ષીરસાગરમાં શયન કરવા ચાલ્યા જાય છે. જેના કારણે લગ્ન, ગૃહ પ્રવેશ, નામકરણ વિધિ, મુંડન વિધિ જેવા શુભ કાર્યો થતા નથી. એવું પણ માનવામાં આવે છે કે ચાર મહિના માટે પૃથ્વીનો ભાર વિષ્ણુ ભગવાન શિવજીને સોંપીને જાય છે.

દેવશયની એકાદશી ક્યારે છે? શું છે આ દિવસનું મહત્ત્વ? ચાતુર્માસનો થશે પ્રારંભ hum dekhenge news

ક્યારે છે દેવશયની? જાણો મુહૂર્ત

વૈદિક પંચાગ મુજબ અષાઢ સુદ અગિયારસની તિથિ 16 જુલાઈના રોજ રાત્રે 8.32 વાગ્યાથી શરૂ થશે. જ્યારે 17 જુલાઈએ રાત્રે 9.01 વાગ્યે સમાપ્ત થશે. તેથી ઉદયતિથિના દિવસને ધ્યાનમાં રાખીને 17 જુલાઈએ અગિયારસનું વ્રત કરવું શુભ રહેશે.

હિન્દુ પંચાંગ મુજબ દેવશયની એકાદશીના દિવસે પૂજાનો શુભ સમય સાંજે 5.34 વાગ્યે શરૂ થશે. આ પછી, તમે સવારે 11 વાગ્યા સુધી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરી શકો છો. દેવશયની એકાદશી પર અનુરાધા નક્ષત્રની સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, શુભ યોગ અને શુક્લ યોગ જેવા મહત્ત્વના યોગ બની રહ્યા છે.

દેવશયની એકાદશીનું ધાર્મિક મહત્ત્વ

દેવશયની એકાદશીનું વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. સાથે જ બધી ઈચ્છાઓ પણ પૂરી થાય છે. સાથે જ આ વ્રત રાખવાથી મોક્ષ મળે છે. આ સાથે જ સ્વાસ્થ્ય અને ધનની પણ પ્રાપ્તિ થાય છે. બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અજાણતા થયેલા પાપોથી મુક્તિ મળે છે.

દેવશયની એકાદશીના દિવસે, વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે ઊંઘવા જાય છે. આ ચાર મહિનાના સમયગાળાને ચાતુર્માસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેથી જ દેવશયની એકાદશીના દિવસથી ચાતુર્માસ પણ શરૂ થાય છે. આવી સ્થિતિમાં દેવશયની એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુની પૂજા માટે વિશેષ માનવામાં આવે છે.

દેવશયની એકાદશીના દિવસે આ વસ્તુઓનું દાન કરવું શુભ 

  • આ દિવસે તમે અન્ન અને પાણીનું દાન કરીને જીવનમાં સુખદ પરિણામ મેળવી શકો છો. એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓનું દાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર વરસે છે.
  • દેવશયની એકાદશીના દિવસે જરૂરિયાતમંદ લોકોને કરિયાણું અને પૈસાનું દાન કરવાથી તમે તમારા જીવનમાં સુખદ ફેરફારો જોઈ શકો છો.
  • આ દિવસે કેરી, તરબૂચ જેવા ફળોનું પણ દાન કરવું પણ ખૂબ જ શુભ છે.
  • ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે, તેથી પીળા રંગના કપડાં, કેળા વગેરેનું દાન કરવાથી તમે વિષ્ણુની કૃપા મેળવી શકો છો.
  • જો શક્ય હોય તો આ દિવસે બ્રાહ્મણોને  ભોજન કરાવો. આવું કરવાથી તમને ભગવાન વિષ્ણુની સાથે તમારા પૂર્વજોના આશીર્વાદ મળે છે.

આ પણ વાંચોઃ ચાતુર્માસમાં ચાર રાશિઓ પર વિષ્ણુ ભગવાનની કૃપા, યાદ રહેશે ચાર મહિના

Back to top button