ટ્રેન્ડિંગધર્મ

ક્યારે છે દેવશયની એકાદશી? બંધ થઇ જશે તમામ માંગલિક કાર્યો

Text To Speech
  • 29 જુન, 2023 અને ગુરુવારના રોજ  દેવશયની એકાદશી
  • આ દિવસથી થશે ચાતુર્માસનો પ્રારંભઃ ચાર મહિના શુભ કાર્યો બંધ
  • ભગવાન વિષ્ણુ સહિતના દેવતાઓનો શયનકાળ થશે શરૂ

5 જુન 2023થી અષાઢ મહિનાની શરૂઆત થઇ જશે. અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહેવાય છે. હિંદુ ધર્મમાં દેવશયની એકાદશી ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે, કેમકે આ દિવસ પછી ચાર મહિના સુધી ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં ચાલ્યા જાય છે.

દેવશયની એકાદશી બાદ દેવી-દેવતાઓનો શયનકાળ શરૂ થાય છે. આ કારણે આ એકાદશી બાદ ચાર મહિના સુધી માંગલિક કાર્યો પર રોક લાગે છે. જાણો 2023ની દેવશયની એકાદશીની તારીખ, મુહૂર્ત અને મહત્ત્વ

ક્યારે છે દેવશયની એકાદશી? બંધ થઇ જશે તમામ માંગલિક કાર્યો hum dekhenge news

આ વર્ષે દેવશયની એકાદશી 29 જુન 2023 અને ગુરૂવારના રોજ છે. દેવશયની એકાદશીને પદ્મા એકાદશી, પ્રબોધિની એકાદશી, અષાઢી એકાદશી અને હરિશયની એકાદશી પણ કહેવાય છે. આ એકાદશી બાદ ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં નિદ્રા અવસ્થામાં ચાલ્યા જાય છે અને કારતક મહિનાની દેવઉઠી એકાદશીએ જાગે છે. આ ચાર મહિનાનો સમય ચાતુર્માસ પણ કહેવાય છે.

ક્યારે છે દેવશયની એકાદશી? બંધ થઇ જશે તમામ માંગલિક કાર્યો hum dekhenge news

દેવશયની એકાદશીનું મુહુર્ત

પંચાંગ અનુસાર અષાઢ મહિનાના શુક્લ પક્ષની દેવશયની એકાદશી તિથિની શરૂઆત 29 જુન 2023ના રોજ સવારે 3.18 વાગ્યે થશે. આગામી દિવસે 30 જુન 2023ના રોજ સવારે 2.42 મિનિટ પર તેનું સમાપન થશે.

દેવશયની એકાદશીના પારણાનો સમય

બપોરે 1.48થી સાંજે 4.36 (20 જુન 2023)

ભગવાન વિષ્ણુની પૂજાનો સમય

સવારે 10.49થી બપોરે 12.25 સુધી

ક્યારે છે દેવશયની એકાદશી? બંધ થઇ જશે તમામ માંગલિક કાર્યો hum dekhenge news

દેવશયની એકાદશીથી આ કામો પર રોક

અષાઢ મહિનાની દેવશની એકાદશીથી ચાર મહિના સુધી ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં વિશ્રામ કરે છે, તેથી આ સમયગાળાને ચાતુર્માસ કહેવાય છે. ચાતુર્માસમાં માંગલિક કાર્યો જેમકે લગ્ન, સગાઇ, મુંડન, ગૃહ પ્રવેશ, ઉપનયન સંસ્કાર વર્જિત ગણાય છે. ચાતુર્માસ મહિનાનો આત્મસંયમ કાળ છે, જેમાં જપ, તપ, સ્વાધ્યાય, પૂજા પાઠ કરવાનું ફળદાયી ગણાય છે. આ સમયગાળામાં દેવીય શક્તિઓનો પ્રભાવ ઘટે છે અને દૈત્યોની તાકાત વધી જાય છે. તેથી શુભ કાર્ય કરવા પર તેનું ફળ પ્રાપ્ત થતુ નથી.

આ પણ વાંચોઃ ખાલી પેટે આ ત્રણ વસ્તુઓનું સેવન ક્યારેય ન કરોઃ મુશ્કેલીમાં મુકાશો

Back to top button