ક્યારે છે દેવઉઠી એકાદશી? હિંદુ ધર્મમાં શું છે મહત્ત્વ?
- ધાર્મિક માન્યતા અનુસાર કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે સૃષ્ટિના સંચાલક ગણાતા ભગવાન વિષ્ણુ અને સમસ્ત દેવ ચાર મહિનાના વિશ્રામ બાદ જાગે છે. આ દિવસે દેવ ઉઠે છે, તેથી દેવ ઉઠી એકાદશી કહેવાય છે.
સનાતન ધર્મમાં દેવઉઠી એકાદશીનું વિશેષ મહત્ત્વ છે. આ વર્ષે દેવઉઠી એકાદશી 23 નવેમ્બરના રોજ ઉજવાશે. દેવઉઠી એકાદશીને મિનિ દિવાળી પણ કહેવાય છે. દેવઉઠી એકાદશી દિવાળીના અગિયારમાં દિવસે આવે છે. આ દિવસથી દેશભરમાં લગ્નોની સીઝન શરૂ થઈ જાય છે. ધાર્મિક માન્યતા અનુસાર કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે સૃષ્ટિના સંચાલક ગણાતા ભગવાન વિષ્ણુ અને સમસ્ત દેવ ચાર મહિનાના વિશ્રામ બાદ જાગે છે. આ દિવસે દેવ ઉઠે છે, તેથી દેવ ઉઠી એકાદશી કહેવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની ખાસ પૂજા કરવામાં આવે છે અને આ દિવસથી જ શુભ કાર્યની શરૂઆત થાય છે.
દેવઉઠી એકાદશીના શુભ મુહૂર્ત
દેવઉઠી એકાદશીની શરૂઆત 22 નવેમ્બરે રાતે 11.03 વાગ્યે થશે. આ એકાદશી 23 નવેમ્બરે રાતે 9.01 વાગ્યે થશે. દેવઉઠી એકાદશી વ્રત 23 નવેમ્બર, ગુરુવારના દિવસે રાખવામાં આવશે. દેવઉઠી એકાદશી વ્રતના પારણાનો સમય 24 નવેમ્બર સવારે 6થી 8ની વચ્ચે રાખવામાં આવશે.
દેવઉઠી એકાદશીની પૂજા કેવી રીતે કરશો?
દેવઉઠી એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને ઘરમાં સાફ સફાઇ કરી લો. પૂજા કરવા માટે ચોકી પર ભગવાન વિષ્ણુની તસવીર કે મૂર્તિની સ્થાપના કરો. ત્યારબાદ સમગ્ર વિધિ વિધાન સાથે પૂજા કરો. ભગવાન વિષ્ણુને ચંદન અને હળદર કુમકુમથી તિલક કરો. ઘીનો દીવો કરીને પ્રસાદ અર્પણ કરો. પ્રસાદમાં તુલસીના પાંદડા જરૂર મુકો. પૂજામાં વ્રતની વાર્તા વાંચો અને ભોગ લગાવીને આરતી કરો. વ્રતના પારણા બીજા દિવસે સાત્વિક ભોજન સાથે કરો.
આ પણ વાંચોઃ આ જોડિયા બહેનો વચ્ચે એ હદે સામ્ય છે કે તેમના પતિ પણ..