હું નિંદ્રામાંથી ઉઠી તો તે મારા પર દુષ્કર્મ આચરતો હતો : મહિલાનો ઇન્સ્ટા ફ્રેન્ડ પર આરોપ
- આરોપીએ મહિલાને ખૂબ જ દારૂ પીવડાવીને તેણીને બેહોશ કરી નાખી
- મુંબઈના વર્લી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ કેસ નોંધાયો, ન્યાયની માંગ
મુંબઈ, 27 જાન્યુઆરી: ઈન્સ્ટાગ્રામ પર યુવક સાથે મિત્રતા કરવી મહિલાને મોંઘી સાબિત થઈ છે. આ જાણકારી મહિલાએ પોતે આપી છે. મહિલાનું કહેવું છે કે, તેણીએ ઈન્સ્ટાગ્રામ દ્વારા એક યુવક સાથે મિત્રતા કેળવી હતી. થોડા દિવસો પહેલા તે તેના મિત્રો સાથે ડ્રિંક્સ અને પાર્ટી માટે ગઈ હતી, જેમાં તેનો ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ પણ સામેલ હતો. આ પાર્ટી દરમિયાન આરોપીએ મહિલાને ખૂબ જ દારૂ પીવડાવી, જેના કારણે તેણી હોશ ઉડી ગઈ. ત્યારબાદ જ્યારે મહિલા રાત્રે જાગી ત્યારે તેણે જોયું કે આરોપી તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. હાલમાં આરોપી વિરુદ્ધ મુંબઈના વર્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
પીડિતાએ ઇન્સ્ટાગ્રામ પર માહિતી પોસ્ટ કરી
25 જાન્યુઆરીએ યુવતીએ ‘પનીશ માય રેપિસ્ટ(punishmyrapist)’ નામના એકાઉન્ટ દ્વારા સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. પીડિતાએ આરોપીની ઓળખ હેતિક શાહ તરીકે કરી છે. તેણીની પરિસ્થિતિનું વર્ણન કરતાં, પીડિતાએ ન્યાયની માંગ કરી છે અને અન્ય મહિલાઓને પણ સોશિયલ મીડિયા પર લોકો સાથે વાતચીત કરવામાં સાવચેત રહેવાની સલાહ આપી છે. પીડિતાએ જણાવ્યું કે, તે આરોપી શાહ અને તેના મિત્રો સાથે ડ્રિંક અને પાર્ટી માટે કેટલીક જગ્યાએ ગઈ હતી. ટકીલાના થોડા શોટ પછી તેણીને નશો થવા લાગ્યો, આરોપીએ તેણીને વધુ પીવા માટે દબાણ કર્યું હતું. પીડિતાએ એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે, તેના ડ્રિંકમાં કંઇક ભેળવવામાં આવ્યું હતું જેના કારણે તેણી બેભાન થઇ ગઇ હતી.
View this post on Instagram
પીડિતાની પોસ્ટ પર મુંબઈ પોલીસ આપી પ્રતિક્રિયા
પીડિત દ્વારા કરવામાં આવેલી આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર મુંબઈ પોલીસ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, “અમે તમારા આભારી છીએ કે તમે તેની યોગ્ય રીતે જાણ કરી અને અમે તમને ખાતરી આપીએ છીએ કે ન્યાયની ખાતરી કરવા માટે તપાસ યોગ્ય રીતે થશે.”
ઘટનાના 12 દિવસ બાદ પણ આરોપી ફરાર
પીડિતાએ લખ્યું, “જ્યારે હું જાગી, ત્યારે તે મારા પર દુષ્કર્મ આચરતો જોવા મળ્યો. મારા તેને રોકવાના પ્રયત્નો કરવા છતાં, તેણે આમ કરવાનું ચાલુ રાખ્યું. તેણે મને ખૂબ જ ગુસ્સામાં ત્રણ વાર થપ્પડ પણ મારી, જેનાથી હું ડરી ગઈ.” જો કે, બીજા દિવસે સવારે આરોપીએ પીડિતાની માફી પણ માંગી હતી અને ગત રાતની ઘટના પર પૂર્ણવિરામ મૂકવા પણ કહ્યું હતું. તે દિવસથી તે ગુમ થયો હતો. પીડિતાનું કહેવું છે કે, આ ઘટનાને 12 દિવસ થઈ ગયા છે અને હવે આરોપી ધરપકડ ટાળવાનો પ્રયાસ કરી રહ્યો છે. પોલીસ તપાસ વચ્ચે આરોપીએ આગોતરા જામીન માટે અરજી પણ કરી છે.
આ પણ જુઓ :ચોંકાવનારો ખુલાસો: નારાજ પ્રેમીએ પ્રેમીકાની હત્યા કરી અને પછી કરી આત્મહત્યા