ટ્રેન્ડિંગધર્મ

શ્રાવણના સોમવાર ક્યારથી શરૂ? શું હશે ખાસ?

  • શ્રાવણમાં સોમવારના વ્રતનું છે અપાર મહત્ત્વ
  • મહાદેવજીને પ્રસન્ન કરવાનો અનોખો અવસર
  • આ વખતે આવશે આઠ સોમવાર

શ્રાવણના સોમવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કે એકટાણાં કરવા, શિવાલય જઇને શિવજીને ગંગાજળ, બીલીપત્ર અને પુષ્પથી જળાભિષેક કરવાનું શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે શ્રાવણના સોમવારનું વ્રત રાખવાથી ભગવાન શિવ ધન, વૈભવ અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે અને સાચ્ચા ભક્તોની મનોકામના પુર્ણ કરે છે.

આ વખતે આવશે આઠ સોમવાર

આ વર્ષે અધિક શ્રાવણ હોવાથી ચાર કે પાંચના બદલે આઠ સોમવાર આવી રહ્યા છે. આમ તો શ્રાવણ માસ 17 ઓગસ્ટથી શરૂ થઇને 15 સપ્ટેમ્બર સુધી ચાલશે. તેમાં પહેલો સોમવાર 21 ઓગસ્ટના રોજ આવશે, પરંતુ અધિક શ્રાવણનો પહેલો સોમવાર 24 જુલાઇના રોજ આવશે. 16 ઓગસ્ટના રોજ પુરુષોત્તમ માસ પુર્ણ થશે અને 17 ઓગસ્ટથી શ્રાવણનો પ્રારંભ થશે. આ બે મહિનામાં 8 સોમવાર આવશે

શ્રાવણના સોમવાર ક્યારથી શરૂ? શું હશે ખાસ? hum dekhenge news

અધિક શ્રાવણ અને શ્રાવણના સોમવાર

  • 24 જુલાઇ અધિક શ્રાવણનો સોમવાર
  • 31 જુલાઇ અધિક શ્રાવણનો સોમવાર
  • 7 ઓગસ્ટ અધિક શ્રાવણનો સોમવાર
  • 14 ઓગસ્ટ અધિક શ્રાવણનો સોમવાર
  • 21 ઓગસ્ટ સોમવાર શ્રાવણનો સોમવાર
  • 28 ઓગસ્ટ સોમવાર શ્રાવણનો સોમવાર
  • 4 સપ્ટેમ્બર સોમવાર શ્રાવણનો સોમવાર
  • 12 સપ્ટેમ્બર સોમવાર શ્રાવણનો સોમવાર

ભગવાન શિવની પૂજા

શ્રાવણના સોમવારના દિવસે મહાદેવજીના ભક્તો ફળાહાર કરે છે અને શિવલિંગ પર પંચ તત્વ ચઢાવે છે. ભગવાન શિવના ભક્તો રુદ્રાક્ષની માળા પણ પહેરે છે. સોમવારે શિવપુરાણ કે શિવકથાનું પઠન પણ કરવામાં આવે છે.

શ્રાવણના સોમવાર ક્યારથી શરૂ? શું હશે ખાસ? hum dekhenge news

શિવજીના મંત્રો

શ્રાવણના આ ખાસ દિવસોમાં ઓમ નમઃ શિવાય કે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાનું મહત્ત્વ છે. ભગવાન ભોલેનાથની આરતી પણ કરવામાં આવે છે.

શિવજી શ્રાવણમાં સાસરે જતા હોવાની માન્યતા

ભગવાન શિવને શ્રાવણ માસ પ્રિય હોવાના અનેક કારણ છે. ઋષિ માર્કંડેયે લાંબા આયુષ્ય માટે શ્રાવણમાં જ ઘોર તપ કર્યુ હતુ અને શિવજીની કૃપા મેળવી હતી. તેના કારણે મળેલી શક્તિઓની સામે યમરાજા પણ નતમસ્તક થઇ જાય છે. અલ્પાયુ માર્કંડેય ચિંરજીવી થઇ ગયા હતા. એટલુ જ નહીં એ શ્રાવણનો જ મહિનો હતો જ્યારે ભગવાન શિવ પૃથ્વી પર અવતરિત થઇને પોતાના સાસરે ગયા હતા. ત્યાં તેમનું સ્વાગત અર્ઘ્ય અને જળાભિષેકથી કરાયુ હતુ. એવુ માનવામાં આવે છે કે દરેક શ્રાવણમાં ભગવાન શિવ પોતાના સાસરે આવે છે. ભુ-લોકવાસીઓ માટે શિવકૃપા મેળવવાનો આ ઉત્તમ સમય હોય છે.

આ પણ વાંચોઃ જાણો હવે ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, હવામાન વિભાગે આપી માહિતી

Back to top button