ટ્રેન્ડિંગધર્મ

પિતૃ પક્ષ ક્યારથી શરૂ? જાણો શ્રાદ્ધની તિથિઓ અને મહત્ત્વ

Text To Speech
  • દર વર્ષે પિતૃ પક્ષ ભાદરવાની પૂર્ણિમાથી શરૂ થઇને આસો માસની અમાસ સુધી ચાલે છે. પિતૃ પક્ષની અમાસને સર્વ પિતૃ અમાસ પણ કહેવાય છે

પિતૃઓની આત્માની શાંતિ માટે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. આ વખતે પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બરથી શરૂ થઇને 14 ઓક્ટોબર સુધી ચાલશે. દર વર્ષે ભાદરવાની પૂર્ણિમાથી શરૂ થઇને આસોની અમાસ સુધી ચાલે છે. તેને સર્વ પિતૃ અમાસ પણ કહેવાય છે. પિતૃ પક્ષનું તાત્પર્ય પૂર્વજો પ્રત્યેની શ્રદ્ધા પ્રકટ કરવાનુ હોય છે.

પિતૃ પક્ષ ક્યારથી શરૂ? જાણો શ્રાદ્ધની તિથિઓ અને મહત્ત્વ hum dekhenge news

જાણો પિતૃપક્ષની શ્રાદ્ધ તિથિઓ

29 સપ્ટેમ્બર 2023- પૂર્ણિમાં શ્રાદ્ધ
30 સપ્ટેમ્બર 2023 – પ્રતિપદા કે બીજનું શ્રાદ્ધ
1 ઓક્ટોબર 2023- તૃતિયા શ્રાદ્ધ
2 ઓક્ટોબર 2023- ચતુર્થી શ્રાદ્ધ
3 ઓક્ટોબર 2023- પાંચમનું શ્રાદ્ધ
4 ઓક્ટોબર 2023- છઠ્ઠનું શ્રાદ્ધ
5 ઓક્ટોબર 2023- સાતમનું શ્રાદ્ધ
6 ઓક્ટોબર 2023- આઠમનું શ્રાદ્ધ
7 ઓક્ટોબર 2023- નોમનું શ્રાદ્ધ
8 ઓક્ટોબર 2023- દસમનું શ્રાદ્ધ
9 ઓક્ટોબર 2023- અગિયારસનું શ્રાદ્ધ
11 ઓક્ટોબર 2023- બારસનું શ્રાદ્ધ
12 ઓક્ટોબર 2023- તેરસનું શ્રાદ્ધ
13 ઓક્ટોબર 2023- ચતુર્દશીનું શ્રાદ્ધ
14 ઓક્ટોબર 2023- સર્વ પિતૃ અમાસ

પિતૃ પક્ષનું મહત્ત્વ

પિતૃ પક્ષના દિવસો પૂર્વજો અને પિતૃઓનુ શ્રાદ્ધ કરવા માટે મહત્ત્વના માનવામાં આવે છે. એવી માન્યતા છે કે પિતૃપક્ષના દિવસે મૃત્યુ લોકથી પૂર્વજો ધરતી લોક પર આવે છે. તેથી પિતૃ પક્ષ દરમિયાન તર્પણ અને શ્રાદ્ધ કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. પિતૃ પક્ષની તિથિઓ અનુસાર પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી પિતૃઓની શાંતિ માટે પિતૃ પક્ષના દિવસે શ્રાદ્ધ કર્મ કરવાની સાથે બ્રાહ્મણોને ભોજન પણ કરાવવુ જોઇએ.

આ પણ વાંચોઃ અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જનનું મુહૂર્ત જાણોઃ આ રીતે આપજો બાપ્પાને વિદાય

Back to top button