ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ ક્યારથી? જાણો તારીખ, મુહૂર્ત અને શુભ યોગ
- નવરાત્રિનો તહેવાર વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે. એક શારદીય નવરાત્રિ અને એક ચૈત્ર નવરાત્રિ. હવે ચૈત્રી નવરાત્રિનો તહેવાર ઉજવાશે.
ચૈત્ર નવરાત્રિ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકમથી નોમ સુધી હોય છે. નવરાત્રિનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવ દિવસ સુધી આદિશક્તિ મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિનો તહેવાર વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે. એક શારદીય નવરાત્રિ અને એક ચૈત્ર નવરાત્રિ. હવે ચૈત્રી નવરાત્રિનો તહેવાર ઉજવાશે. જાણો ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ ક્યાર થશે?
ચૈત્ર નવરાત્રિ ક્યારે શરૂ થાય છે?
પંચાંગ મુજબ ચૈત્ર માસના શુક્લ પક્ષની એકમ ( 8મી એપ્રિલ) રાત્રે 11.50 કલાકે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 9મી એપ્રિલે રાત્રે 8.30 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ચૈત્ર નવરાત્રિનું પ્રથમ વ્રત 9 એપ્રિલના રોજ રાખવામાં આવશે. 9 એપ્રિલે ઘટસ્થાપનનો શુભ સમય સવારે 6:03 થી 10:14 સુધીનો રહેશે. આ વખતે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત યોગનો સમન્વય છે. આવી સ્થિતિમાં, આ યોગ દરમિયાન કરવામાં આવતી પૂજા વ્યક્તિને સુખ અને સમૃદ્ધિ આપે છે.
ચૈત્ર નવરાત્રિની તારીખો
પહેલું નોરતું- 9 એપ્રિલ 2024, માતા શૈલપુત્રીની પૂજા
બીજું નોરતુ – 10 એપ્રિલ 2024, માતા બ્રહ્મચારિણીની પૂજા
ત્રીજું નોરતુ – 11 એપ્રિલ 2024, માતા ચંદ્રઘંટાની પૂજા
ચોથું નોરતુ – 12 એપ્રિલ 2024 – માતા કુષ્માંડાની પૂજા
પાંચમું નોરતુ – 13 એપ્રિલ 2024 – માતા સ્કંદમાતાની પૂજા
છઠ્ઠું નોરતુ – 14 એપ્રિલ 2024 – માતા કાત્યાયનીની પૂજા
સાતમું નોરતુ – 15 એપ્રિલ 2024 – મા કાલરાત્રિની પૂજા
આઠમું નોરતુ – 16 એપ્રિલ 2024 – મા મહાગૌરીની પૂજા, અષ્ટમી પૂજન
નવમું નોરતુ – 17 એપ્રિલ 2024 – મા સિદ્ધિદાત્રીની પૂજા, નવમી પૂજન
આ પણ વાંચોઃ હોળી 2024: હોળાષ્ટક ક્યારથી શરૂ? કેમ આ 8 દિવસ અશુભ મનાય છે?