ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતને બે વર્ષ થઈ ગયા પરંતુ હજુ સુશાંતસિંહના મોત બાદ અનેક ખુલાસાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે સુશાંતસિંહ ડ્રગ્સના રવાડે ક્યારથી ચઢ્યો તેને લઈને પણ ખુલાસાઓ થયા છે. સપ્ટેમ્બર 2019માં સૂર્યદીપ મલ્હોત્રાએ સુશાંતને પ્રથમવાર દેશી જોઈન્ટ એટલે કે ગાંજો ભરેલી સિગારેટ ઓફર કરી. તેને એ એટલી પસંદ આવી કે તેણે તેના પછી દેશી જોઈન્ટ લેવાનું જ શરૂ કરી દીધું. એ પહેલા તે ઈમ્પોર્ટેડ ક્વોલિટીવાળો ગાંજો લીધા કરતો હતો.
આ ખુલાસો NCBની ચાર્જશીટમાં થયો છે, જે સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટમાં એ પણ ખુલાસો થયો છે કે મૃત્યુના લગભગ 20 દિવસ પહેલા સુશાંતે શૌવિકને ધૂમ્રપાન છોડવાની વાત કહી હતી.
સૂર્યદીપે જ સેમ્યુઅલ અને કરમજીત સિંહનો પણ સંપર્ક કરાવ્યો
NCBએ સેમ્યુઅલ મીરાન્ડાની પૂછપરછના આધારે લખ્યું છે કે સૂર્યદીપ દ્વારા જ સુશાંતે પહેલીવાર દેશી જોઈન્ટ લીધો હતો. સુશાંત સિંહ રાજપૂત પહેલા ઈમ્પોર્ટેડ ક્વોલિટીનો ગાંજો લેતો હતો. સૂર્યદીપે જ સેમ્યુઅલ અને કરમજીત સિંહનો પણ સંપર્ક કર્યો હતો. આ પછી કરમજીતે તેને ચરસ અને ગાંજાની ડિલિવરી પણ આપી.
સેમ્યુઅલે આ માટે કરમજીતને 2500 રૂપિયા રોકડા આપ્યા હતા. તે જ સમયે, નવેમ્બર 2019ના છેલ્લા અઠવાડિયામાં, કરમજીતે શોવિકને ગાંજાનું પેકેટ આપ્યું. તેનું પેમેન્ટ પણ સુશાંતના ફંડમાંથી કરવામાં આવ્યું હતું. જાન્યુઆરી 2020ના છેલ્લા અઠવાડિયામાં, કરમજીતે સુશાંત માટે બે પેકેટ પહોંચાડ્યા હતા.
287 પાનાની ચાર્જશીટ દાખલ કરી
સુશાંત મૃત્યુ કેસમાં ડ્રગ એન્ગલની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ બુધવારે NDPS કોર્ટમાં 287 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં રિયા અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તી સહિત કુલ 33 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.
ગુરુવારે પ્રથમ અહેવાલમાં NCB ચાર્જશીટમાં લખેલા મુદ્દાઓ દ્વારા જાણમાં આવ્યું હતું કે રિયા કેવી રીતે સુશાંતને ડ્રગ્સ આપતી હતી. હવે NCBની ચાર્જશીટમાં લખેલી વસ્તુઓ દ્વારા જ એ જણાવવામાં આવી રહ્યું છે કે સુશાંત કેવી રીતે ડ્રગ્સના ચુંગાલમાં ફસાઈ ગયો.
રિયા આરોપી નંબર-10
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના 760 દિવસ પછી દાખલ કરાયેલ NCBની ચાર્જશીટના 237 પાનામાં 33 આરોપીઓના વિગતવાર નિવેદનો છે. પેજ 49માં આરોપી નંબર 10 એટલે કે રિયા, આરોપી નંબર 7 એટલે કે તેના ભાઈ શૌવિક અને અન્ય આરોપીઓની ભૂમિકા જણાવવામાં આવી છે.
NCBએ 6,272 પાનાના ડિજિટલ પુરાવા, 2,226 પાનાના બેંક દસ્તાવેજો અને મોબાઈલ નંબર ધરાવતી સીડી પણ સબમિટ કરી છે. પુરાવા તરીકે 2,960 દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે.
49 પેજના રિપોર્ટમાં રિયાનું નામ 32 વખત
NCBના 49 પાનાના રિપોર્ટમાં રિયાના નામનો 32 વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શૌવિક, સેમ્યુઅલના ખુલાસા પછી દીપેશ અને રિયાને 6, 7, 8 સપ્ટેમ્બર 2020ના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. ડ્રગ્સના કેસમાં તેની સંડોવણીના પુરાવા મળ્યા હતા. તેના આધારે 8 સપ્ટેમ્બર 2020ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. તે હવે જામીન પર બહાર છે.
સુશાંત લોકડાઉનમાં ઘર બદલવા માંગતો હતો
NCBની ચાર્જશીટ મુજબ, સેમ્યુઅલે એ પણ ખુલાસો કર્યો હતો કે સુશાંત લોકડાઉન દરમિયાન પવઇથી શિફ્ટ થવા માંગતો હતો. ચરસ અને ગાંજાની વ્યવસ્થા કરવાની સાથે તેણે બે મહિના ચાલે એટલી કિંમતનું કરિયાણું પણ લાવવા કહ્યું હતું.
આ પછી ચરસ અને ગાંજોના 2 પેકેટ કરમજીત દ્વારા પહોંચાડવામાં આવ્યા હતા. તેના બદલામાં તેણે 7 સપ્ટેમ્બર 2020ના રોજ, સેમ્યુઅલે સુશાંતની વિનંતી પર અશોક કુમાર નામના વ્યક્તિને ગાંજા માટે 40 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા.
સુશાંત ધૂમ્રપાન છોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો
અન્ય ડ્રગ પેડલર અનુજ ઘુઘેએ ખુલાસો કર્યો હતો કે તેણે 28-30 એપ્રિલ અને 1,3,18 અને 24 મેના રોજ શૌવિક ચક્રવર્તી સાથે ચેટ કરી હતી. આમાં શૌવિકે તેને કહ્યું કે સુશાંત ધૂમ્રપાન છોડવા માંગે છે.
સુશાંત માટે રિયાનું ઘર હતું ડ્રગ લેવાનો અડ્ડો
NCBની ચાર્જશીટ મુજબ, રિયાએ સુશાંતને છેલ્લે નવેમ્બર 2019માં તેના ઘરે બોલાવ્યો હતો અને પેડલર પાસેથી સુશાંત માટે ડ્રગ્સ ખરીદ્યું હતું. આ પછી પણ સુશાંત ઘણી વખત રિયાના ઘરે ડ્રગ્સ લેવા આવતો હતો. ક્યારેક શૌવિક તો ક્યારેક રિયા તેમને ડ્રગ્સ લાવતી હતી. શૌવિક 2014માં ધૂમ્રપાન કરતો હતો અને તેણે 2016માં ગાંજો પીવાનું શરૂ કર્યું હતું. શૌવિક તેના મિત્ર સૂર્યદીપ પાસેથી સુશાંત માટે ડ્રગ્સ મેળવતો હતો.
ક્યારેક સુશાંત ગાંજો પીવા માટે ફાઈવ રિસોર્ટમાં જતો હતો
નવેમ્બર 2019માં, સુશાંત મુંબઈના એક ફાઈવ સ્ટાર રિસોર્ટમાં થોડા દિવસ રોકાયો હતો. અહીં રોકાણ દરમિયાન સૂર્યદીપ તેના માટે 50 ગ્રામ ગાંજો લાવ્યો હતો અને આ ગાંજો તેના ઘરના મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાને આપ્યો હતો. બદલામાં મિરાન્ડાએ તેને 2500 રૂપિયા પણ આપ્યા હતા. આ પછી સૂર્યદીપની સુશાંત સાથે મિત્રતા થઈ અને બંને ઘણી વખત એકબીજાને મળ્યા હતા.