જ્યારે ધર્મેન્દ્રે દીકરી ઈશા દેઓલને ટ્યૂબવેલમાં ફેંકી દીધી હતી, જાણો પછી શું થયું?


- ધર્મેન્દ્રએ ઈશાને ઉપાડીને ટ્યુબવેલમાં ફેંકી દીધી. તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું, ‘પપ્પા, પપ્પા! પપ્પા જોતા રહ્યા, પણ મદદ કરવા ન આવ્યા
HD ન્યુઝ ડેસ્કઃ ઈશા દેઓલ વિક્રમ ભટ્ટના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘તુમકો મેરી કસમ’થી મોટા પડદા પર વાપસી કરવા જઈ રહી છે. આ ફિલ્મ 21 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આવી સ્થિતિમાં ઈશા આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે. પ્રમોશન દરમિયાન ઈશાએ Esha Deol into a tubewell તેના બાળપણની વાતો શેર કરી છે.
ઈશાએ આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તમે જાણવા ઈચ્છો છો કે મેં સ્વિમિંગ કેવી રીતે શીખ્યું? તે એક લાંબી વાર્તા છે. હું 11 વર્ષની હતી અને મને સ્વિમિંગ આવડતું નહોતું. અમે બધા અમારા ફાર્મહાઉસમાં હતા અને મારા પિતા પાસે એક ટ્યુબવેલ હતી. તેમણે મને પૂછ્યું, ‘શું તું હજુ સુધી સ્વિમિંગ શીખી નથી?’ મેં કહ્યું, ‘ના, પપ્પા.’ તેમણે મને ઉપાડીને ટ્યુબવેલમાં ફેંકી દીધી. મેં બૂમો પાડવાનું શરૂ કર્યું, ‘પપ્પા, પપ્પા! પપ્પા જોતા રહ્યા, પણ મદદ કરવા ન આવ્યા. પછી મેં તરવાનું શરૂ કર્યું.’ આ રીતે મેં સ્વિમિંગ શીખી લીધું.
આ પણ વાંચોઃ YouTubeના વીડિયોની ક્વોલિટી લો થઈ, યુઝર્સે કરી ફરિયાદ