24,492ની જગ્યાએ બેન્કે 7,08,51,14,55,00,00,000 રુપિયા ખાતામાં મોકલી દીધા, જાણો પછી શું થયું?


Citigroup Account: પૈસાની લેતીદેતીમાં ગરબડ થવી મામૂલી વાત છે. પણ આ ભૂલ જો બેન્ક તરફથી થાય તો કદાચ તમને વિશ્વાસ નહીં આવે. સિટીગ્રુપ સાથે જોડાયેલો એક કિસ્સો સામે આવ્યો છે. સિટીગ્રુપે ભૂલથી એક કસ્ટમરના ખાતામાં 81 ટ્રિલિયન ડોલર (7,08,51,14,55,00,00,000 રુપિયા) જમા કરાવી દીધા. જ્યારે હકીકતમાં તેને ફક્ત 280 ડોલર એટલે કે 24,492 રુપિયા જ મોકલવાના હતા. આ બૂલ બેન્કના જૂના ઓપરેશનલ ઈશ્યૂના કારણે થઈ, જેને લાંબા સમય સુધી ઠીક કરી શકાઈ નહીં.
દોઢ કલાક બાદ ભૂલ પકડાઈ
ફાઈનાન્શિયલ ટાઈમ્સમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, આ મામલો ગત વર્ષે એપ્રિલનો હોવાનું કહેવાય છે.બેન્કે એક કર્મચારીની પેમેન્ટ પ્રોસેસ શરુ કરી. જેને એક બીજા અધિકારી દ્વારા તપાસ કર્યા બાદ મંજૂરી આપવાની હતી. પણ બંને આ મોટી ભૂલ પકડી શક્યા નહીં. લગભગ દોઢ કલાક બાદ એક ત્રીજા બેન્ક કર્મચારીએ અકાઉન્ટ બેલેન્સમાં ગરબડને જોઈ અને ભૂલ સામે લાવ્યા. જોકે થોડા જ કલાકોમાં આ ટ્રાંજેક્શનને રિવર્સ કરી દેવામાં આવ્યું.
બેન્ક તરફથી શું કહેવાયું?
સિટીગ્રુપ તરફથી કહેવાય છે કે તેમની સેફ્ટી સિસ્ટમે સમય રહેતા ભૂલ પકડી લીધી અને તેને ઠીક કરી દીધી. બેન્કે દાવો કર્યો કે, તેમની કંટ્રોલ સિસ્ટમ એટલી મજબૂત છે કે પૈસા બેન્કની બહાર નથી ગયા. બેન્કે જણાવ્યું કે, આ ભૂલથી બેન્ક અથવા કસ્ટમને કોઈ નુકસાન થયું નથી. પણ તેનાથી એ સ્પષ્ટ છે કે અમે અમારી મેન્યુલ પ્રોસેસને ખતમ કરી ઓટોમેશમ પર ફોકસ કરવું જોઈએ.
પહેલા પણ થઈ ચુકી છે આવી ભૂલો
સિટીગ્રુપમાં આ પ્રકારની આ પહેલી ભૂલ નહોતી, આ અગાઉ પણ 2023માં બેન્ક તરફથી આવા પ્રકારની 10 વાર ભૂલ થઈ છે. તેમાં કર્મચારી ભૂલથી વધારે રકમ ટ્રાંસફર કરવાના હતા, પણ સમયસર તેમાં સુધારો કર્યો. 2022માં આ પ્રકારની 13 ઘટનાઓ થઈ હતી. આ ભૂલનું રિપોર્ટિંગ જરુરી નહોતું. આ જ કારણ છે કે આ પ્રકારની ઘટનાઓના કોઈ ઓફિશિયલ ડેટા ઉપબલ્ધ નથી હોતા.
આ પણ વાંચો: પાકિસ્તાનની ફજેતી થઈ: ચાલુ મેચમાં વરસાદ થતાં વાઈપર લઈને સાફ કરવા લાગ્યા, દેશી જુગાડ જોઈ લોકોએ ટ્રોલ કર્યા