‘આમ તો મૃતદેહોને બાળવાની જગ્યા નહીં બચે’: જ્યારે ચમકિલાની સમાધિ બનાવવાને લઈ થયો હતો હોબાળો : પ્રથમ પત્નીનો ખુલાસો
HD ન્યુઝ ડેસ્ક, 15 એપ્રિલ : દિલજીત દોસાંઝ અને પરિણીતી ચોપરા સ્ટારર ફિલ્મ ‘ચમકિલા’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે અને બંને મુખ્ય કલાકારો સાથે ‘ચમકિલા’ના દરેક પાસાઓની ખૂબ પ્રશંસા થઈ રહી છે. લોકો આ ફિલ્મ દ્વારા 1980ના દાયકામાં પંજાબના ખૂબ જ લોકપ્રિય ગાયક ‘અમર સિંહ ચમકિલા’ને ફરીથી શોધી રહ્યા છે.
‘ચમકિલા’નું એક પાસું જે વાસ્તવિક જીવનમાં લોકો બહુ ઓછું જાણે છે, તે તેના પ્રથમ લગ્ન છે. ચમકિલાએ અમરજોત કૌર સાથે બીજા લગ્ન કર્યા, જે તેમની સાથે યુગલ ગાતી હતી. પરંતુ ગાયકીમાં પોતાનું નામ બનાવતા પહેલા જ ‘ચમકિલા’ના પ્રથમ લગ્ન ગુરમેલ કૌર સાથે થયા હતા. ‘ચમકિલા’ રિલીઝ થયા બાદ ગુરમેલના ઘણા ઈન્ટરવ્યુ આવવા લાગ્યા છે.
આવા જ એક ઈન્ટરવ્યુમાં ગુરમેલે જણાવ્યું કે કેવી રીતે ચમકિલા તેને માન આપતા હતા. તેણે જણાવ્યું કે ‘ચમકિલા’ની હયાતીમાં તો વિવાદ થયા પરંતુ તેના ગયા પછી પણ તેની સમાધિ બનાવવા માટે પણ તેને લડવું પડ્યું.
લવ પંજાબ નામના પોડકાસ્ટમાં વાત કરતી વખતે ગુરમેલે કહ્યું કે તેના પતિ ‘ચમકિલા’એ બીજા લગ્ન કર્યા હોવા છતાં તે ગુરમેલનું સન્માન કરતો હતો. તેણે પંજાબીમાં કહ્યું, ‘તે ઘણીવાર તેના પિતાને કહેતો હતો કે જુઓ ગુરમેલ કેટલી બુદ્ધિશાળી છે. તેણે કોઈની સામે મારુ માથું નીચું ન થવા દીધું. નહિંતર, જો તે ઇચ્છે તો મને બીજા લગ્ન માટે જેલમાં મોકલી શકત.
ગુરમેલે જણાવ્યું કે તેના પતિની બીજી પત્ની હોવા છતાં અમરજોત સાથે તેના સંબંધો સામાન્ય રહ્યા. તેણે કહ્યું, ‘તે ઘણીવાર ઘરે એકલો આવતો હતો. અમરજોતને એક-બે વાર જ લાવ્યો હતો. દુનિયામાં ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. તે આવી ત્યારે મેં કહ્યું કે હું શાક બનાવીશ, તું રોટલી બનાવી નાખ, પરંતુ તેને રસોઇ કરતાં આવડતું નોહતું.
ગુરમેલ તેના પતિની સમાધિ માટે લડી હતી.
ગુરમેલે જણાવ્યું કે ચમકિલાની સમાધિ બનાવવા માટે તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેના વિસ્તારના લોકોએ આ બાબતે ઘણો વાંધો ઉઠાવ્યો હતો. લોકો કહેવા લાગ્યા કે જો આ રીતે મૃત્યુ પામેલા દરેક વ્યક્તિ માટે એક સમાધિ બનાવવામાં આવે તો આવતીકાલે મૃતદેહોને બાળવા માટે જગ્યા ઓછી પડશે.’
ગુરમેલે જણાવ્યું કે તેણે સમાધિ બનાવવા માટે જે ઈંટો અને રેતીનો આદેશ આપ્યો હતો તે જેમનો તેમ જ રહ્યો. પછી તેણે એક બાબાજી સાથે વાત કરી, જે તેની સાથે પોલીસ સ્ટેશન ગયા. ત્યાં પોલીસ સ્ટેશનના અધિકારીએ બીજા પક્ષને બોલાવીને ચર્ચા કરી, ત્યારબાદ સમાધિ બનાવવાની મંજૂરી આપવામાં આવી.
80ના દાયકામાં પંજાબમાં ચમકિલાના રેકોર્ડ સૌથી વધુ વેચાયા હતા. તેમની કેસેટો પણ બેસ્ટ સેલર હતી. પરંતુ ચમકિલા પર હંમેશા અશ્લીલ ગીતો લખવાનો અને ગાવાનો આરોપ લાગ્યો હતો. આ અંગે તેને ઘણી વખત ધમકીઓ પણ આપવામાં આવી હતી. 1988માં ચમકિલા પર જીવલેણ હુમલો થયો હતો જેમાં અમરજોત અને તેના અન્ય બે સાથીઓએ પણ જીવ ગુમાવ્યો હતો. તેની બાયોપિક ‘ચમકિલા’ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.
આ પણ વાંચો :સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કરનાર શૂટર્સના ફૂટેજ મળ્યા, બીજી ગેંગનું નામ ખુલ્યું