નાગ પંચમીની પૂજા ક્યારે કરી શકાશે? જાણો વિશેષ મંત્ર
- ગુજરાતમાં નાગ પંચમી 24 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. આ તહેવાર જન્માષ્ટમીના ત્રણ દિવસ પહેલા આવે છે અને આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે
HD ન્યુઝ ડેસ્કઃ નાગપંચમી શ્રાવણ મહિનાની વદ પાંચમના દિવસે ઊજવવામાં આવે છે. આ તહેવાર જન્માષ્ટમીના ત્રણ દિવસ પહેલા આવે છે. શ્રાવણ મહિનો 5 ઓગસ્ટથી શરૂ થયો છે અને તેનું સમાપન 2 સપ્ટેમ્બરે થશે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતમાં નાગપંચમીનો તહેવાર 9 જુલાઈના રોજ ઉજવાઈ ચૂક્યો છે. ગુજરાતમાં નાગપંચમી 24 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે.
જાણો નાગપંચમીનું મુહૂર્ત
24 ઓગસ્ટ 2024ના રોજ નાગ પંચમીનો તહેવાર ઉજવવામાં આવશે. પંચમી તિથિ 23 ઓગસ્ટના રોજ સવારે 10:38 વાગ્યે શરૂ થશે અને 24 ઓગસ્ટના રોજ સવારે 7:51 વાગ્યે સમાપ્ત થશે. નાગ પંચમી પૂજાનું મુહૂર્ત 24 ઓગસ્ટના રોજ સવારે 05:55 થી 07:51 સુધી રહેશે.
જાણો નાગપંચમીના વિશેષ મંત્ર
1. सर्वे नागाः प्रीयन्तां मे ये केचित् पृथ्वीतले।
ये च हेलिमरीचिस्था येऽन्तरे दिवि संस्थिताः॥
ये नदीषु महानागा ये सरस्वतिगामिनः।
ये च वापीतडगेषु तेषु सर्वेषु वै नमः॥
2. अनन्तं वासुकिं शेषं पद्मनाभं च कम्बलम्।
शङ्ख पालं धृतराष्ट्रं तक्षकं कालियं तथा॥
एतानि नव नामानि नागानां च महात्मनाम्।
सायङ्काले पठेन्नित्यं प्रातःकाले विशेषतः।
तस्य विषभयं नास्ति सर्वत्र विजयी भवेत्॥
નાગ પાંચમની પૂજા વિધિ
નાગ પાંચમના દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નાગદેવતાની પ્રતિમાને દૂધ ચઢાવવામાં આવે છે. આ સાથે ભગવાન શિવની પણ પૂજા કરવામાં આવે છે. શિવજીના ગળામાં સર્પ ધારણ કરેલો છે, તેથી શિવજીની પૂજાથી કાળ સર્પ દોષમાંથી મુક્તિ મળે છે. અનેક જગ્યાએ આ દિવસે જીવિત સાપને પણ દૂધ પીવડાવવાની પ્રથા છે. નાગ પંચમીના દિવસે અનેક લોકો પોતાના ઘરના મુખ્ય દ્વાર પર ગોબરથી નાગ દેવતાનું ચિત્ર બનાવીને તેમની પૂજા કરે છે.
આ પણ વાંચોઃ શ્રાવણમાં રુદ્રાભિષેકનું શું છે મહત્ત્વ? ઘરે કેવી રીતે કરશો? શું રાખશો ધ્યાન?