મનોરંજન

વિક્કી કૌશલ સાથે ફોટો પડાવવા જીદ કરતી દુલ્હનનો વીડિયો વાયરલ

Text To Speech

લગ્ન વખતે ઘણી વખત વિચિત્ર સ્થિતિ સર્જાતી હોય છે. ઘણી વખત જાનૈયા હંગામો કરી દેતા હોય તો ઘણી વાર કેટલાક વિચિત્ર કૃત્યો થતા હોય છે જેના કારણે લગ્ન અટકી જતા હોય છે. પરંતુ જો દુલ્હન વિક્કી કૌશલની ફેન હોય અને તે જ વેડિંગ વેન્યુ પર તેનો મનપસંદ એક્ટર હાજર હોય તો દુલ્હનનું શું રિએક્શન હોય. તેનો સંકેત એક વાયરલ વીડિયોમાં જોવા મળ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, જેવી દુલ્હનને ખબર પડે છે કે, વિક્કી કૌશલ પણ ત્યાં જ આસપાસ હાજર છે તો તે તેની સાથે ફોટો પડાવવાની જીદ કરવા લાગે છે. દુલ્હનનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

દુલ્હને પકડી જીદ

વિક્કી તેની હોટલના રૂમમાં હાજર હતો અને તે જ હોટલમાંથી દુલ્હનના લગ્ન થવાના હતા. બસ પછી શું હતું, જેવી દુલ્હનને ખબર પડી કે તેનો ફેવરિટ એક્ટર વિક્કી કૌશલએ જ હોટલમાં છે, તે તેના રૂમની બહાર પહોંચી ગઈ અને જીદ કરવા લાગી કે તે વિક્કી સાથે ફોટો ક્લિક કરાવીને જ નીચે ફેરા માટે જશે. સાથે જ વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હનની બહેનપણીઓ પણ તેની સાથે રિક્વેસ્ટ કરી રહી છે કે તેને એક ફોટો ક્લિક કરવા દેવામાં આવે.

ભાઈ મારે વિક્કી કૌશલને મળવું છે હું બીજુ કંઈ ન જાણું: દુલ્હન

આ દુલ્હનનું નામ પ્રેરણા નેગી છે જે એક ફેશન સ્ટાઈલિસ્ટ છે. તેના લગ્ન એ જ હોટલમાં થઈ રહ્યા હતા જ્યાં વિક્કી કૌશલ રોકાયો હતો. બસ આ ખબર મળતા જ દુલ્હને વિક્કી કૌશલને મળવાની જીદ પકડી લીધી. વીડિયોમાં દુલ્હનને સાંભળી શકાય છે કે, ‘ભાઈ મારે વિક્કી કૌશલને મળવું છે હું બીજુ કંઈ ન જાણું. બસ એક તેની સાથે એક ફોટો ક્લિક કરવો છે. મારો વરરાજા નીચે રાહ જોઈ રહ્યો છે જ્યાં સુધી વિક્કી સાથે ફોટો નહીં મળશે ત્યાં સુધી હું નીચે નહીં જઈશ. મારા એક જ વખત લગ્ન થઈ રહ્યા છે જો મારા લગ્ન નહીં થશે તો શું તમને સારું લાગશે.’

 

Back to top button