બ્રહ્મા, વિષ્ણુ,મહેશ ત્રણેયની પુજાનું ફળ આપનાર દત્તાત્રેય જયંતિ ક્યારે અને શું છે તેનું મહત્ત્વ?
ભગવાન દત્તાત્રેયને બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ ત્રણેયનો અંશ માનવામાં આવે છે. તેમનો જન્મ માગસર મહિનાની પુનમના દિવસે થયો હતો. તેથી આ પુનમનું બહુ મહત્ત્વ હોય છે. આ વર્ષે દત્તાત્રેય જયંતિ સાત ડિસેમ્બર અને બુધવારના રોજ મનાવવામાં આવશે. સનાતન ધર્મમાં ભગવાન દત્તાત્રેયનું વિશિષ્ટ સ્થાન છે. તેમની અંદર ગુરૂ અને ઇશ્વર બંનેનુ રૂપ હોય છે. એવી માન્યતા છે કે ભગવાન દત્તાત્રેય માત્ર સ્મરણ માત્રથી ભક્તોની મનોકામના પુર્ણ કરી દે છે. દત્તાત્રેય જયંતિ પર તેમની પુજાનું ખુબ જ મહત્ત્વ છે.
ભગવાન દત્તાત્રેયની પૂજાનું મહત્ત્વ
ભગવાન દત્તાત્રેયમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશની શક્તિઓ સમાયેલી છે. તેમને છ હાથ અને ત્રણ મુખ છે. તેમના પિતા ઋષિ અત્રિ અને માતા અનુસૂયા છે. એવું માનવામાં આવે છે કે સ્મરણ માત્રથી ભગવાન દત્તાત્રેય ભક્તોની મદદ કરે છે.ભગવાન દત્તાત્રેયે પ્રકૃતિ, પશુ પક્ષી અને માનવ સહિત પોતાના 24 ગુરૂ બનાવ્યા હતા. તેમની ઉપાસન ફલદાયી હોય છે અન તે ભક્તોના કષ્ટોને હરવાનું કામ કરે છે. ભગવાન દત્તાત્રેયની જન્મજયંતિ પર મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયનું પૂજન અને મંત્ર જાપ કરવાથી સુખ-સમૃદ્ધિ મળે છે. તમામ પ્રકારના પાપ, રોગ-દોષ અને બાધાઓનો નાશ થાય છે.
દત્તાત્રેય જયંતિની પુજનવિધિ
પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન દત્તાત્રેયનુ પૂજન પ્રદોષ કાળમાં કરવુ જોઇએ. સવારે વહેલા ઉઠી સ્નાનાદિ પતાવીને મંદિરની સફાઇ કરો. બાદમાં સફેદ આસન પર ભગવાન દત્તાત્રેયના ચિત્ર કે મુર્તિની સ્થાપના કરો. ત્યારબાદ તેમનો ગંગાજળથી અભિષેક કરો. તેમને ધુપ, દીપ, ફુલ અર્પણ કરો. ભગવાનને ભોગ લગાવો. આ દિવસે અવધુત ગીતા અને જીવનમુક્તા ગીતા વાંચવાનું મહત્ત્વ છે. દત્તબાવનીના પાઠ કરો. આમ કરવાથી ભગવાન દત્તાત્રેય તમારી પર પ્રસન્ન થાય છે.
આ પણ વાંચોઃ એવું તો શું થયું કે સુરતમાં ચૂંટણી પૂર્ણ થતાં જ ઈન્કમટેક્સ અધિકારીની હાલત ખરાબ થઈ?