ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અધીર રંજન ચૌધરીએ લદ્દાખ અને માલદીવનો મુદ્દો ઉઠાવ્યો તો રક્ષા મંત્રી થયા ગુસ્સે, કહ્યું…

Text To Speech
  • સંસદના બજેટ સત્રમાં લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ લદ્દાખ અને માલદીવનો મુદ્દો ઉઠાવ્યો, તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિના સંબોધનમાં સુરક્ષાની ચિંતાઓ પર એક પણ શબ્દ નથી બોલાયો

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી: સોમવારે લોકસભામાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ખૂબ જ ગરમ વાતાવરણ જોવા મળ્યું હતું. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કેન્દ્ર સરકાર પર ભગવાન રામને ચૂંટણીનું સાધન બનાવવાનો આરોપ લગાવ્યો. આ પછી પણ અધીર અહીં ન અટક્યા અને લદ્દાખ અને માલદીવ જેવા મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. જો કે અધીરે આ વાત કરતા જ દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગૃહમાં મોટી વાત કહી છે.

અધીર રંજને શું કહ્યું?

સંસદના બજેટ સત્રમાં લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ લદ્દાખ અને માલદીવનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિના સંબોધનમાં સુરક્ષાની ચિંતાઓ પર એક પણ શબ્દ નથી બોલાયો. અધીર રંજને કહ્યું કે લદ્દાખની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે, માલદીવમાં શું થઈ રહ્યું છે? આ પછી રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ સવાલનો જવાબ આપ્યો છે.

ભારત સામે આંખ ઉઠાવીને જોયું છે તો…

અધીર રંજન ચૌધરીને જવાબ આપતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ચીન અને એલએસી અંગે તેમણે જે પણ કહ્યું તેની સાથે હું અસહમતિ વ્યક્ત કરું છું. હું તેની નિંદા કરું છું. રક્ષા મંત્રીએ કહ્યું કે જો કોઈ ભારત સામે આંખ ઉઠાવીને જોવાની હિંમત કરશે તો ભારત પાસે જવાબ આપવાની દરેક પ્રકારની ક્ષમતા અને તાકાત છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, “હું ગૃહને ખાતરી આપવા માંગુ છું કે ભારત હવે નબળું નથી. ભારત મજબૂત બન્યું છે. દેશની સંસદના મંચ પર બિનજરૂરી બદનામી ન થવી જોઈએ.”

અહીં જોવો વીડિયો:

આ પણ વાંચો: ‘BJP 370 અને NDA એ 400ને પાર’, PM મોદીના ત્રીજા ટર્મનું લક્ષ્ય

Back to top button