ફ્લાઈટમાં જ્યારે મહિલાએ તમામ કપડાં ઉતારી દીધાઃ વીડિયો થયો વાયરલ


- મહિલાએ નિર્વસ્ત્ર થઈને મચાવ્યો હોબાળો
અમેરિકા, 7 માર્ચ: 2025: અમેરિકાના ટેક્સાસના હ્યુસ્ટન એરપોર્ટથી ઉડાન ભર્યા પછી, એક મહિલાએ વિમાનની અંદર શરમ અને નમ્રતાની બધી હદો પાર કરી દીધી. સાઉથવેસ્ટ એરલાઇન્સની ફ્લાઇટમાં એક મહિલા મુસાફરે જે કર્યું તે ચોંકાવનારું છે. આ મહિલા સાઉથવેસ્ટ એરલાઇન્સના વિમાનમાં સવાર હતી. મહિલા અચાનક કોઈ પણ ઉશ્કેરણી વગર ગુસ્સે થઈ ગઈ અને જોરથી બૂમો પાડવા લાગી. ત્યારબાદ આ મહિલાએ તેના બધા કપડાં ઉતારી નાખ્યા અને સંપૂર્ણપણે નગ્ન થઈ ગઈ હતી. આ પછી તે મુસાફરો વચ્ચે ચાલવા લાગી અને પાઇલટ તરફ જવા લાગી. આ નાટક વિમાનની અંદર લગભગ 25 મિનિટ સુધી ચાલુ રહ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો X પર સામે આવ્યો છે,
View this post on Instagram
સોમવારે વિમાને હ્યુસ્ટનના વિલિયમ પી. હોબી એરપોર્ટથી ઉડાન ભરી હતી અને ફોનિક્સ જઈ રહ્યું હતું. મહિલા ફ્લાઇટની વચ્ચે જ ઉભી થઈ ગઈ અને મુસાફરોની સામે જ પોતાના કપડાં ઉતારી દીધા. વિમાનમાં હાજર કેબિન ક્રૂએ મહિલાને રોકવા માટે શક્ય તેટલી બધી કોશિશ કરી, પરંતુ તેની સામે કોઈ કંઈ કરી શક્યું નહીં. આ મહિલા ફ્લાઇટની અંદર 25 મિનિટ સુધી બધા મુસાફરો વચ્ચે નગ્ન થઈને ફરતી રહી. મહિલા વિમાનમાંથી ઉતરવાની માંગ કરી રહી હતી અને એવો પણ દાવો કરી રહી હતી કે તે બાયપોલર ડિસઓર્ડરથી પીડિત છે. અધિકારીઓ દ્વારા અટકાયતમાં લેવામાં આવે તે પહેલાં મહિલાએ કોકપીટમાં પ્રવેશવાનો પણ પ્રયાસ કર્યો હતો. ફ્લાઇટમાં હંગામો કરતી મહિલાનો વીડિયો ઓનલાઇન શેર કરવામાં આવ્યો છે.
હ્યુસ્ટન પોલીસ વિભાગે મહિલાની તબીબી તપાસ કરાવી છે. તેની માનસિક સ્થિતિ સારી ન હોવાની શંકા છે. સાઉથવેસ્ટ એરલાઇન્સે આ ઘટના પર એક નિવેદન જારી કર્યું અને મુસાફરોની ફ્લાઇટમાં થયેલા વિક્ષેપ બદલ માફી માંગી. “સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સીઓએ સોમવારે બપોરે હ્યુસ્ટનથી ફોનિક્સ જતી ફ્લાઇટ 733 માં એક મહિલા મુસાફરની અટકાયત કરી હતી,” નિવેદનમાં જણાવાયું છે. ઉડાન ભર્યા પછી વિમાનને એરપોર્ટ પર પાછું બોલાવવું પડ્યું. અમે ગ્રાહકોના વિલંબ બદલ માફી માંગીએ છીએ અને તેમની ધીરજની પ્રશંસા કરીએ છીએ.
આ પણ વાંચો..સાથી મહિલા કર્મચારીના ઘરમાં બે મહિનામાં 10 વખત ગયો આ ચોરઃ જાણો અજીબોગરીબ કિસ્સો