નેશનલવીડિયો સ્ટોરી

ભેંસને બચ્ચું જન્મ્યું તો ખેડૂતે ડાયલ-112 પર ફોન કરીને પોલીસ બોલાવી, કારણ જાણી તમે પણ હસી પડશો

અમરોહા, 27 જૂન : જો તમારે ક્યારેય પણ કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો પડે, તો તમે તરત જ ડાયલ-112 યાદ રાખી ડાયલ કરશો. સામાન્ય રીતે જ્યારે શેરીઓ અને ગામડાઓમાં ઝઘડા થાય છે, ત્યારે લોકો સીધા ડાયલ-112 પર ફોન કરીને પોલીસને બોલાવે છે, પરંતુ ડાયલ-112 સાથે જોડાયેલો એક વિચિત્ર કિસ્સો યુપીના અમરોહાથી સામે આવ્યો છે. અહીં એક ખેડૂતે ડાયલ-112 પર ફોન કર્યો હતો પરંતુ તેને કોઈ મદદની જરૂર ન હતી. પરંતુ તેની ભેસને બચ્ચું થતાં તેણે પોલીસને બોલાવી હતી. જ્યારે પોલીસે ખેડૂતને બોલાવવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે તે પોલીસને તેની ભેંસનું દૂધ પીવડાવવા માંગે છે, તેથી તેણે 112 ડાયલ કરી તેમને બોલાવ્યા છે. ખેડૂતનો જવાબ સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસ પણ લાંબા સમય સુધી સમજી ન શકી કે લખનૌ કંટ્રોલને શું જવાબ આપવો. બાદમાં ખેડૂતને સલાહ આપ્યા બાદ પોલીસ દૂધ પીધા વિના જ સ્થળ પરથી જતી રહી હતી. આ દરમિયાન એક ગામવાસીએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો, જે હાલમાં ચર્ચામાં છે.

આ રસપ્રદ કિસ્સો રાહરા પોલીસ સ્ટેશન વિસ્તારના ખુશાલપુર ગામનો છે. ગામના રહેવાસી ખેડૂત જસવીર પુત્ર અમર સિંહે મંગળવારે સાંજે યુપીમાં 112 પર ફોન કર્યો અને મદદ માટે પોલીસને બોલાવી હતી. પીઆરવી દસ મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે પોલીસકર્મીઓએ જસવીરને ફોન કરવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે કોઈ ગુનો થયો નથી અને તેને કોઈ મદદની જરૂર નથી. મંગળવારે બપોરે તેની ભેંસે એક બચ્ચાને જન્મ આપ્યો હતો અને તેની ઉજવણીમાં તેણે પોલીસકર્મીઓને દૂધ પીવા માટે બોલાવ્યા હતા. ખેડૂતની વાત સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જ્યારે તેઓએ જસવીરને પૂછ્યું કે તેણે આવું કેમ કર્યું, તો તેણે કહ્યું કે તે પીઆરવીમાં તૈનાત સૈનિકોને ઓળખે છે અને તેમને દૂધ પીવડાવવા માંગે છે. પોલીસે ખેડૂતને સલાહ આપી કે 112 કોઈપણ ગુના અથવા અકસ્માત વગેરેના કિસ્સામાં તાત્કાલિક મદદ માટે છે અને દરેક કોલ લખનૌ કંટ્રોલમાં રેકોર્ડ કરવામાં આવે છે.

અહીં જૂઓ વીડિયો:

 

સીઓ હસનપુર દીપ કુમાર પંતનું કહેવું છે કે મામલો ધ્યાન પર આવ્યો છે. પીઆરવીને કયા સંજોગોમાં બોલાવવામાં આવે છે અને તેના કોલ્સ ક્યાં જાય છે તેનાથી ખેડૂત અજાણ હતો. જ્યારે ટીમને સમગ્ર મામલાની જાણ થઈ ત્યારે તેઓ પરત ફર્યા હતા.

આ પણ વાંચો: જમીન ખોદતાની સાથે જ જોવા મળ્યો ડરામણા પ્રાણીનો ચહેરો, બહાર આવતા લોકો ડરના માર્યા ભાગ્યા, જૂઓ વીડિયો

Back to top button