- ગત વર્ષ કરતાં હાલ કવિન્ટલ દીઠ ભાવમાં રૂ.500નો વધારો થયો
- સારી કવોલિટીના હજી ભાવ વધારો આવવાની શંકા સેવાઈ રહી છે
- સૌરાષ્ટ્ર સહિત વિસ્તારમાં ખેત પેદાશોને મોટા પાયે નુકસાન થયુ
રાજ્યમાં કમોસમી વરસાદ થતાં ઘઉંના ભાવ આસમાને પહોંચ્યા છે. જેમાં ગત વર્ષ કરતાં હાલ કવિન્ટલ દીઠ ભાવમાં રૂ.500નો વધારો થયો છે. તેમજ સારા ઘઉંની આવક ઓછી અને ઘરાકી વધતા ભાવ ઉંચકાયા છે. તથા સારી કવોલિટીના હજી ભાવ વધારો આવવાની શંકા સેવાઈ રહી છે.
આ પણ વાંચો: ગુજરાત: વેપારીઓને રાહત, GST વાર્ષિક રિટર્ન આ તારીખ સુધી ફાઇલ કરી શકાશે
સૌરાષ્ટ્ર સહિત વિસ્તારમાં ખેત પેદાશોને મોટા પાયે નુકસાન થયુ
રાજયભરમાં ભરઉનાળે મેઘરાજા છેલ્લા કેટલાક દિવસથી વરસી રહયા હતા. માવઠું થવાથી સૌરાષ્ટ્ર સહિત વિસ્તારમાં ખેત પેદાશોને મોટા પાયે નુકસાન થયુ છે. એની સૌથી વધુ અસર ઘઉંના ભાવ ઉપર જોવા મળી રહી છે. ઘઉંની જુદી જુદી કવોલીટીના ભાવ ઉઘડતી સીઝને જ કિવન્ટલ દીઠ રૂ. 500 થી 900 સુધી વધી ગયા છે. માવઠાએ તમામ ખેત જણસને માઠી અસર પહોંચાડી છે. માર્કેટીંગ યાર્ડમાં ઘઉંની હરાજી દરમિયાન માંગ અને ભાવમાં ઉછાળો નોંધાતા ગૃહિણીઓના બજેટ ઉપર ઘેરી અસર પણ થઇ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 1.30 લાખ વિદ્યાર્થીઓએ આજે ગુજકેટની પરીક્ષા આપી
ઘઉની સીઝન શરુ થતાં ગૃહિણીઓ દ્વારા ખરીદી કરવાની તૈયારી કરે છે
દર વર્ષે એપ્રિલ – મે મહિનામાં ઘઉની સીઝન શરુ થતાં ગૃહિણીઓ દ્વારા ખરીદી કરવાની તૈયારી કરે છે. ગત વર્ષની સરખામણીએ સામાન્ય ઘઉં જે મણ દીઠ રૂ. 400થી 500 સુધી ના ભાવે વેચાણ થતા હતા. જે હવે માવઠું થવાથી જુદી જુદી કવોલીટી મુજબ ઘઉંના ભાવમાં રૂ. 550થી 650 મણ દીઠ ભાવ વધી ગયા છે. ગત વર્ષે મધ્યમ ગુણવત્તાના ઘઉં આ વર્ષે મણ દીઠ રૂ. 600 થી વધુ પહોંચ્યા છે. તેમજ ઉચ્ચ કવોલિટીના ઘઉં રૂ. 700થી 850 મણ દીઠ પહોંચી ગયા છે. બીજી તરફ ઇતિહાસમાં પ્રથમવાર ખેડૂતોને પણ યાર્ડમાં 450થી 600 સુધીના ભાવ મળી રહ્યા છે, પરંતુ માવઠાંએ મોટાભાગના ખેડૂતોને નુકસાનીમાં નાખી દીધા છે.