સાયન્સ એન્ડ ટેકનોલોજી

મોબાઈલ કે ઈન્ટરનેટ ન હોવા છતાં પણ ચાલશે WhatsApp

Text To Speech

આપણે બધા ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સનો ઘણો ઉપયોગ કરીએ છીએ. આમાંથી એક વોટ્સએપ પણ છે. એક રીતે જોઈએ તો વોટ્સએપ આજે આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. કામની અપડેટ મેળવવાની હોય, શેરબજારની મૂવમેન્ટ જાણવાની હોય કે પછી ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લેવી હોય, આજે બધા જ કામો વોટ્સએપ દ્વારા થઈ શકે છે. શિક્ષણને લગતા સરકારના મોટા મોટા પરિપત્રો પણ આજે વોટ્સએપ દ્વારા ઉપલબ્ધ છે. વોટ્સઅપ પર વધતા વપરાશકર્તાઓને જોતા, મેટા સમયાંતરે ઘણા અપડેટ્સ લાવે છે. આ દરમિયાન વોટ્સએપે પોતાની એપ પર પ્રોક્સી સપોર્ટનું ફીચર એડ કર્યું છે, જેની મદદથી યુઝર્સ ઇન્ટરનેટ વગર પણ ચેટ કરી શકે છે. જાણો આ નવા ફીચર વિશે.

આ પણ વાંચો : 16 વર્ષની ઉંમરે ભારત આવી, 6 વર્ષ સલમાન સાથે રહ્યા સંબંધ, જાણો કોણ છે સોમી અલી?

whatsapp new features - humdekhengenews

પ્રોક્સી સપોર્ટ ફીચરની મદદથી વોટ્સએપ યુઝર્સ આ પ્લેટફોર્મ પર ઈન્ટરનેટ વગર કનેક્ટ થઈ જશે. માત્ર મોબાઈલ ઈન્ટરનેટ જ નહીં પરંતુ જો તમારા વિસ્તારમાં ઈન્ટરનેટ ન હોય તો પણ તમે વોટ્સઅપ સેવાનો ઉપયોગ કરી શકશો. આ સુવિધાની મદદથી, વોટ્સઅપ વપરાશકર્તાઓ વિશ્વભરના સ્વયંસેવકો અને સંસ્થાઓના પ્રોક્સી સર્વર સેટઅપ દ્વારા એકબીજા સાથે જોડાયેલા રહેશે. એટલે કે, જ્યારે તમે પ્રોક્સી સર્વર સાથે કનેક્ટ થશો, ત્યારે જ તમે ઇન્ટરનેટ વિના વોટ્સઅપનો ઉપયોગ કરી શકશો.

whatsapp new features - humdekhengenews

વોટ્સએપે એક ટ્વિટ દ્વારા નવા ફીચર વિશે જાણકારી આપી છે. આ સાથે એ પણ કહેવામાં આવ્યું હતું કે પ્રોક્સી ઈન્ટરનેટ દ્વારા વોટ્સએપનો ઉપયોગ કરવાથી લોકોની પ્રાઈવસીમાં પણ કોઈ ખલેલ નહીં પડે અને તે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત રહેશે. તમને જણાવી દઈએ કે, વોટ્સએપે આ નવું અપડેટ ખાસ એવા દેશો માટે બહાર પાડ્યું છે જ્યાં ઈન્ટરનેટ અથવા વોટ્સએપ પર પ્રતિબંધ હોવાના કારણે લોકો એકબીજા સાથે મુક્ત રીતે વાતચીત કરી શકતા નથી. આવી સ્થિતિમાં, પ્રોક્સીની મદદથી, આવા લોકો અન્ય લોકો સાથે જોડાઈ શકે.

Back to top button