WhatsApp લાવી રહ્યું છે ફોટો ફીચર, હાઈ કવોલીટી ફોટા અને વીડિયો થશે સેન્ડ !


Metaની માલિકીની મેસેજિંગ એપ WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ વોટ્સએપનું નવું ફોટો ફીચર હશે. જે યૂઝર્સને WhatsAppના માધ્યમથી પોતાના ફોટો કે વીડિયો મોકલવાનું સરળ બનાવશે. અત્યાર સુધી WhatsApp પરથી ફોટો અને વીડિયો મોકલવામાં તેની કવોલીટી ઓછી થતી હતી. કારણકે WhatsApp ફોટો અને વીડિયોની સાઈઝને કોમ્પ્રેસ કરી અને સેન્ડ કરે છે. પરંતુ WhatsAppના નવા ફીચરના લોન્ચ સાથે, યૂઝર્સ તેના ફોટા અને વીડિયો તેમની રીયલ કવોલીટીમાં મોકલી શકાય છે.

કંપની ફોટો અને વીડિયોને તેમની રીયલ કવોલીટીમાં મોકલવાના ફીચરનું હાલ ટેસ્ટીંગ કરી રહી છે. હાલના સમયની વાત કરીએ તો WhatsAppમાં હાજર ડોક્યુમેન્ટ ફીચર દ્વારા રીયલ કવોલીટીમાં ફોટા અને વીડિયો મોકલી શકાય છે. પરંતુ આ વિકલ્પનો ઉપયોગ કરવો થોડો અઘરો છે, કારણ કે તેમાં ફોટોનો પ્રીવ્યૂ દેખાતો નથી, કયો ફોટો ડાઉનલોડ કરવો જોઈએ અને કયો નહીં? આમાં ઘણી સમસ્યા છે.

આ સમસ્યાને ઉકેલવા માટે, WhatsApp એક નવું ફીચર લાવી રહ્યું છે, જે રીયલ કવોલીટીમાં ફોટા અને વીડિયો મોકલવા માટે હશે. આ ફીચરમાં બીજા ઘણા કન્ટ્રોલ આપી શકાશે. પરંતુ આ ફીચર પર હજુ કામ ચાલુ છે.