સાયન્સ એન્ડ ટેકનોલોજી

હવે WhatsAppમાં નહીં લઈ શકાય સ્ક્રીન શોટ, જાણો- કેમ ?

Text To Speech

ઈન્સ્ટન્ટ મેસેજિંગ મોબાઈલ એપ વોટ્સએપ પોતાની એપમાં સતત અલગ-અલગ ફેરફાર કરી રહ્યું છે. હાલમાં જ કંપનીએ ઘણા સિક્યોરિટી ફીચર્સ રજૂ કર્યા છે અને હવે કંપનીએ અન્ય એક મોટા ફીચરની જાહેરાત કરી છે. આ મોટા ફીચરની જાહેરાતથી ઘણા યુઝર્સ ટેન્શનમાં આવી ગયા છે. વાસ્તવમાં, Meta CEO માર્ક ઝકરબર્ગે કહ્યું છે કે તેઓ હવે WhatsAppની સુરક્ષાને વધુ મજબૂત કરવા જઈ રહ્યા છે. માર્ક ઝકરબર્ગના જણાવ્યા અનુસાર, વોટ્સએપ યુઝર્સ હવે ચેટના સ્ક્રીનશોટ લઈ શકશે નહીં. તેનું ટેસ્ટિંગ iOS અને એન્ડ્રોઈડના બીટા વર્ઝન પર કરવામાં આવી રહ્યું છે, જોકે આ ફીચર માટે એક શરત પણ લાગુ પડશે.

WhatsApp
WhatsApp

ચેટનો સ્ક્રીનશોટ લઈ શકાતો નથી

માર્ક ઝકરબર્ગે કહ્યું છે કે વોટ્સએપમાં અમે લોકોની સુરક્ષા માટે વ્યૂ વન્સ ફીચર રજૂ કર્યું છે, જે તસવીરો અને વીડિયો બંને માટે છે, પરંતુ લોકો તેનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે. કેટલાક યુઝર્સ વ્યુ વન્સ ફીચર સાથે મોકલવામાં આવેલા મેસેજના સ્ક્રીનશોટ લઈ રહ્યા છે.

WhatsApp
WhatsApp

આ સુવિધાને બંધ કરવાની તૈયારી

હવે કંપની વ્યુ વન્સ ફીચર સાથે સ્ક્રીનશોટ લેવાનું ફીચર બંધ કરવાની તૈયારી કરી રહી છે. આનો અર્થ એ છે કે નવા અપડેટ પછી, તમે વ્યૂ વન્સ ફીચર સાથે મોકલવામાં આવતા મેસેજના સ્ક્રીનશોટ લઈ શકશો નહીં. જોકે સામાન્ય ચેટના સ્ક્રીનશોટ લઈ શકાય છે. WABetaInfo એ પણ WhatsApp ના નવા ફીચર વિશે માહિતી શેર કરી છે. તમને જણાવી દઈએ કે, કંપની વ્યૂ વન્સ ફીચર સાથે મેસેજનો સ્ક્રીનશોટ લેવાનો ઈન્કાર કરશે, પરંતુ બીજી તરફ જો કોઈ વ્યક્તિ સ્ક્રીનશોટ લેવાનો પ્રયત્ન કરશે તો મેસેજ મોકલનારને તેની સૂચના મળશે નહીં.

Back to top button