WhatApp યુઝર્સ સાવધાન, 50 રૂપિયાની લાલચમાં ખાલી થઇ જશે બેંક એકાઉન્ટ
WhatAppનો ઉપયોગ આજે બહોળા પ્રમાણમાં થાય છે. દરેક સ્માર્ટફોન યુઝર્સ WhatAppનો ઉપયાગ કરતા થઇ ગયા છે. WhatAppથી ઘણા ફાયદા છે તો થોડી પણ બેદરકારી તમારું બેંક એકાઉન્ટ પણ ખાલી કરી શકે છે. આજકાલ ઓનલાઈન સ્કેમ (Scam)નું પ્રમાણ વધતું જાય છે. ત્યારે માર્કેટમાં WhatAppના માધ્યમથી વધુ એક ફ્રોડ સામે આવ્યો છે. સ્કેમમાં લોકોને નોકરી આપવાના બહાને છેતરપીંડી કરવામાં આવે છે. ચાલો જાણીએ આ સ્કેમ વિશે કે કેવી રીતે છેતરપીંડી કરવામાં આવે છે.
અપને બધા WhatAppનો ઉપયોગ કરીએ છીએ. આપણે મેસેજ કરવા, વિડીયો કોલ કરવા માટે WhatAppનો ઉપયોગ કરીએ છીએ. આ એક ખૂબ જ ઉપયોગી એપ છે અને તે ખૂબ જ લોકપ્રિય પણ છે. પરંતુ આનો ફાયદો સ્કેમર છેતરપીંડી કરવા માટે કરે છે. WhatAppનો ઉપયોગ સ્કેમરને છેતરપીંડી કરવા માટે કરે છે. લોકોને પૈસા કમાવવાની લાલચ આપી સ્કેમર પૈસા છેતરપીંડી કરે છે. આવો વિસ્તારથી જાણીએ સ્કેમર કેવી રીતે છેતરપીંડી કરે છે.
આ પણ વાંચો :પ્રજાની વધુ નજીક મુખ્યમંત્રી કાર્યાલય, હવે વોટ્સએપ મેસેજથી કરી શકશો સંપર્ક !
દરેક લાઈક પર 50 રૂપિયા સ્કેમ
WhatAppમાં એક સ્કેમની શરૂઆત થઇ ગઈ છે. જેમાં યુઝર્સને યુટ્યુબ વિડીયો લાઇક કરી 50 રૂપિયા કમાવવાનો મોકો આપે છે. સ્કેમ અંતર્ગત યુઝર્સને મેસેજ મોકલવામાં આવે છે અને જણાવવામાં આવે છે કે પ્રતિ પોસ્ટ લાઈક કરવાથી એક પોસ્ટના 50 રૂપિયા આપવામાં આવશે. એટલું જ નહી પરંતુ એક દિવસમાં 5000 કમાવવાની પણ લાલચ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ સ્કેમ માત્ર WhatApp પર જ નહી પરંતુ Facebook અને LinkedIn પર પણ જોવા મળે છે. રિપોર્ટ મુજબ સ્કેમર નકલી જોબ વિશે જણાવે છે, યુઝર્સને ભરોસા અપવવા માટે સ્કેમર એમ પણ કહે છે કે લિમિટેડ સીટ બાકી રહી છે. જો આ ઓફરનો લાભ લેવો હોય તો અપ્લાય કરીને સ્લોટ બૂક કરવાનું કહેવામાં આવે છે.
આ પણ વાંચો : લોન ફ્રોડ કેસઃ ચંદા કોચર પછી હવે વીડિયોકોનના માલિક વેણુગોપાલ ધૂતની ધરપકડ
પૈસા ટ્રાન્સફરના નામે છેતરપીંડી
યુઝર્સ જેવો જ આ મેસેજનો રીપ્લાય કરે છે કે તરત તેણે કોલ કરીને જણાવવામાં આવે છે, યુટ્યુબ વિડીયો લાઈક કરવા પર પૈસા આપવામાં આવશે. યુઝર્સને વિશ્વાસ અપાવવા માટે શરૂઆતમાં થોડા પૈસા ટ્રાન્સફર પણ કરવામાં આવે છે. યુઝર્સને ભરોસો અપાવ્યા પછી સ્કેમર કહે છે કે પૈસા મોકલાવવામાં કોઈ સમસ્યા આવી રહી છે. ત્યારબાદ યુઝર્સને પોતાના સ્માર્ટફોન પરથી એક એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે. ત્યારબાદ સ્કેમર યુઝર્સની બધી ફાઈનાન્શિયલ વિગતો મેળવી લે છે. સ્કેમર આ એપની મદદથી બધા પાસવર્ડ અને OTP મેળવી છેતરપીંડી કરે છે.
આ પણ વાંચો : જાણો ઓનલાઈન ફ્રોડના શિકાર થયા બાદ કેવી રીત કરશો ફરિયાદ…
સ્કેમથી કેવી રીતે બચશો
આ સ્કેમથી બચવાનો ઉપાય સાવ સરળ છે. જો તમે આ સ્કેમથી બચવા માંગો છો તો તમે આવા મેસેજને ઇગ્નોર કરો. કોઈપણ અજાણ્યા નંબરથી કોઈ લિંક મોકલવામાં આવે તો તેને ક્લિક ન કરશો તેમજ કોઈપણ અજાણી એપને પણ ડાઉનલોડ ન કરશો. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે પોતાના વિવેક સમજી વિચારીને ઉપયોગ કરવો