Whatsapp update: વોટ્સએપ હવે 4 ફોનમાં એકસાથે વાપરી શકાશે, આ છે ઉપયોગ કરવાની રીત
ન્યુઝ ડેસ્કઃ WhatsApp વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. જો કે, લોકો લાંબા સમયથી તેના એક ફીચરની રાહ જોઈ રહ્યા હતા. WhatsApp વેબની મદદથી, તમે ફોન અને પીસી બંનેમાં એક જ એકાઉન્ટનો ઉપયોગ કરી શકો છો, પરંતુ હવે આ સુવિધા ફોન માટે પણ ઉપલબ્ધ થશે.
એટલે કે, તમે એક જ WhatsApp એકાઉન્ટનો ચાર જેટલા સ્માર્ટફોનમાં ઉપયોગ કરી શકો છો. Meta CEO માર્ક ઝકરબર્ગે આ ફીચરની જાહેરાત કરી છે. તેણે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ બંને પ્લેટફોર્મ પર આ ફીચર વિશે માહિતી આપી છે.
વોટ્સએપનું નવું ફીચર શું છે?
માર્કે કહ્યું હતુ કે, ‘આજથી તમે એક જ વોટ્સએપ એકાઉન્ટમાં ચાર ફોનમાં લોગીન કરી શકો છો.’ કંપનીના જણાવ્યા અનુસાર WhatsAppનું નવું ફીચર થોડા અઠવાડિયામાં તમામ યુઝર્સ સુધી પહોંચી જશે. યૂઝર્સ ઘણા સમયથી વોટ્સએપના આ ફીચરની રાહ જોઈ રહ્યા હતા. થોડા દિવસો પહેલા આ ફીચર વોટ્સએપ બીટા યુઝર્સ માટે બહાર પાડવામાં આવ્યું હતું .
નવા અપડેટની મદદથી, વપરાશકર્તાઓ તેમના એકાઉન્ટને ઍક્સેસ કરવા માટે હંમેશા પ્રાથમિક ઉપકરણ સાથે રાખવાની જરૂર રહેશે નહીં. સારી વાત એ છે કે WhatsAppનું આ ફીચર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સાથે આવે છે. એટલે કે, તમે તમારા એકાઉન્ટનો ઉપયોગ ઘણા ઉપકરણોમાં કરી શકશો અને એન્ક્રિપ્શન પણ રહેશે.
કેવી રીતે ઊપયોગ કરશો?
આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે પહેલા સેકન્ડરી ફોનમાં WhatsApp ઇન્સ્ટોલ કરવું પડશે.
- WhatsApp ખોલવા પર, તમારે ઉપર બતાવેલ હેમબર્ગર મેનૂ પર ક્લિક કરવાનું રહેશે.અહીં તમને Link to Existing Account નો વિકલ્પ મળશે.
- તેના પર ક્લિક કરવાથી તમારી સામે એક QR કોડ દેખાશે.
- હવે તમારે તમારા પ્રાઈમરી ફોનમાં વોટ્સએપ ઓપન કરીને લિન્ક ડિવાઈસના ઓપશનમાં જવાનુ રહેશે.
- હવે તમારે પ્રાઈમરી ફોનમાંથી સેકન્ડરી ફોન પર દર્શાવેલ QR કોડ સ્કેન કરવાનો રહેશે. આ રીતે, તમે બંને સ્માર્ટફોન પર એક જ WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કરી શકશો.
આ પણ વાંચોઃ WhatsApp પર ઓડિયો માટે આ બે મોટા ફીચર્સ આવશે, જાણો- તેના વિશે