ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

WhatsApp સ્ટેટસમાં એક જોરદાર ફિચર આવશે, આવી રીતે કામ કરશે

Text To Speech

HD ન્યુઝ ડેસ્ક : WhatsApp તેના યુઝર્સ માટે સતત એક પછી એક ફીચર્સ લાવી રહ્યું છે. તાજેતરમાં, કંપની તેની એપ માટે સ્ટેટસ અપડેટ્સને બેટર બનાવવા માટે એક નવા ફિચરનું ટેસ્ટિંગ કરતી જોવા મળી છે. તાજેતરના અહેવાલોમાં એન્ડ્રોઇડ 2.25.8.3 વોટ્સએપ બીટા અપડેટમાં એક નવું મ્યુઝિક શેરિંગ ફીચર જોવા મળ્યું છે. આ ફીચર દ્વારા, યુઝર્સ સ્પોટિફાઇ ગીતોને સીધા તેમના મિત્રો સાથે વોટ્સએપ સ્ટેટસમાં શેર કરી શકશે. મળતી માહિતી મુજબ આ ફીચર એ જ રીતે કામ કરશે જે રીતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર મ્યૂઝિક શેર કરવામાં આવે છે.

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

આ ફિચર કેવી રીતે કામ કરશે?
X પર શેર કરાયેલા બીટા અપડેટમાં જોવા મળેલા સ્ક્રીનશોટ અનુસાર, જ્યારે યૂઝર Spotify માંથી ગીત શેર કરશે, ત્યારે તેને WhatsApp સ્ટેટસ પર પોસ્ટ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ થશે. એટલું જ નહીં, વોટ્સએપ તે ગીતનો પ્રીવ્યૂ તૈયાર કરશે, જેમાં ગીતનું નામ, કલાકારનું નામ અને આલ્બમ કવર દેખાશે. “પ્લે ઓન સ્પોટાઇફ” બટન સ્ટેટસમાં પણ દેખાશે, જેનાથી તમે સીધા સ્પોટાઇફ એપમાં ગીત વગાડી શકશો.

મ્યૂઝિક શેરિંગની મજા ડબલ થશે
અગાઉ, WhatsApp પર મ્યૂઝિક શેર કરવા માટે, તમારે ગીતની લિંકને મેન્યુઅલી કોપી-પેસ્ટ કરવી પડતી હતી, પરંતુ આ નવા અપડેટ પછી, આ પ્રોસેસ વધુ ઇન્ટરેક્ટિવ અને સારી બનશે. એટલું જ નહીં, આ ફીચરમાં WhatsAppનું એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનો સપોર્ટ પણ મળશે.

વોટ્સએપ સ્ટેટસ વધુ ઇન્ટરેક્ટિવ બનશે
WhatsApp પહેલાથી જ મેટાની મ્યુઝિક લાઇબ્રેરીમાંથી સ્ટેટસમાં સોંગ એડ કરવાની સુવિધા પૂરી પાડી રહ્યું છે અને હવે Spotify ઇન્ટિગ્રેશન આ ફિચરને વધુ સારું બનાવી શકે છે. આની મદદથી, યુઝર્સ તેમના મૂડ અને પસંદગીના આધારે તેમના સ્ટેટસ પર ગીતો સરળતાથી શેર કરી શકશે, જે WhatsApp પર સ્ટેટસ મૂકવાની મજાને બમણી કરશે. હાલમાં, આ સુવિધાનું પરીક્ષણ ચાલી રહ્યું છે અને આગામી અપડેટ્સમાં તેને ટૂંક સમયમાં રોલઆઉટ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો : ગુજરાત એસટી વિભાગમાં કંડકટરની જગ્યા માટેના ઉમેદવારનું મેરીટ રાત્રે વેબસાઈટ ઉપર મુકાશે

Back to top button