ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

WhatsApp સ્ટેટસને ડાયરેક્ટ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર શેર કરો, આ છે રીત

Text To Speech

HD ન્યુઝ ડેસ્ક :    WhatsApp તેના યુઝર્સના રોજિંદા જીવનને સરળ અને ઝડપી બનાવવા માટે સતત કામ કરી રહ્યું છે. આ માટે, પ્લેટફોર્મ દરરોજ નવી સુવિધાઓ પર કામ કરતું રહે છે. વોટ્સએપના નવા અપડેટમાં, તમે તમારા વોટ્સએપ સ્ટેટસને સીધા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ શેર કરી શકો છો. આ માટે, તમારે અલગ અલગ પ્લેટફોર્મ પર અલગ અલગ સ્ટોરી શેર કરવાની જરૂર રહેશે નહીં. તમારું સ્ટેટસ એકસાથે ત્રણેય પ્લેટફોર્મ વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

કોન્ટેન્ટ શેરિંગમાં વધારે કંટ્રોલ
મેટા અનુસાર, એકાઉન્ટ સેન્ટર એક સેન્ટ્રલ હબ તરીકે કામ કરશે. આમાં, યુઝર્સ મેટાના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં વોટ્સએપ ઇન્ટિગ્રેશનનું સંચાલન પોતે કરી શકશે. આ સુવિધા સાથે યૂઝરને કોન્ટેન્ટ-શેરિંગ પર વધુ કંટ્રોલ મળશે. આમાં, તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર વોટ્સએપ સ્ટેટસ અપડેટ્સના ક્રોસ-પોસ્ટિંગને ઈનેબલ અને ડિસેબલ પણ કરી શકશો.

સિંગલ સાઇન-ઓન સુવિધા
ઑટોમેટિલી સ્ટેટસ શેર કરવા ઉપરાંત, તમને WhatsApp એકાઉન્ટ સેન્ટરમાં સિંગલ સાઇન-ઓન સુવિધા પણ મળશે. આ સુવિધા તમને થોડા સેટઅપ પછી WhatsApp અને અન્ય મેટા એપ્સમાં લોગ ઇન કરવાની મંજૂરી આપે છે. યુઝર્સના વ્યક્તિગત ડેટાની સુરક્ષામાં વધુ સુધારો કરવામાં આવશે. એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા પ્રોટેક્શન પણ કાર્ય કરવાનું ચાલુ રાખશે.

આ વિકલ્પ ફક્ત WhatsApp સેટિંગ્સમાં જ ઉપલબ્ધ રહેશે.
આ એક વૈકલ્પિક સુવિધા છે. આ ડિફોલ્ટ રૂપે ડિસેબલ રહેશે. હવે તમે જ્યારે ઇચ્છો ત્યારે તેના ટૉગલને ઈનેબલ અથવા ડિસેબલ કરી શકો છો. તમને આ વિકલ્પ WhatsApp સેટિંગ્સમાં મળશે. હાલમાં, આ સુવિધા કેટલાક પસંદગીના WhatsApp બીટા યૂઝર્સ માટે ઉપલબ્ધ થવા લાગી છે. ટૂંક સમયમાં મેટા તેને બધા યુઝર્સ માટે લોન્ચ કરી શકે છે.

આ પણ વાંચો : શેરબજાર દિવસભર ભારે ઉતાર-ચઢાવ બાદ વધારા સાથે બંધ થયું

Back to top button