નેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

WhatsApp એ ભારતમાં 23 લાખથી વધુ એકાઉન્ટ કર્યા બંધ, આ કારણે કરી કાર્યવાહી

Text To Speech

છેલ્લા ઘણાં સમયથી દુનિયાની પ્રખ્યાત મેસેજિંગ કંપની WhatsApp ની મેસેજિંગ સેવાઓ ભારતમાં પ્રભાવિત થઈ રહી છે. ભારતમાં લાગુ કરવામાં આવેલા નવા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી) કાયદા, 2021 અંતર્ગત ગયા જુલાઈ મહિનામાં 23 લાખથી વધારે ખરાબ એકાઉન્ટ્સ બંધ કરી દીધા હતા. રોજબરોજ ભારતમાં વોટ્સએપના 40 કરોડથી વધારે યૂઝર્સ છે. ગયા જૂન મહિનામાં તેણે 22 લાખથી વધારે ખરાબ એકાઉન્ટ્સને હટાવી દીધા હતા. નવા આઈટી-નિયમો અનુસાર, ભારતમાં 50 લાખથી વધારે યૂઝર્સ ધરાવનાર ડિજિટલ અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સે દર મહિને કોમ્પ્લાયન્સ (નિયમ-પાલન) રિપોર્ટ જાહેર કરવાના રહે છે.

વોટ્સએપના લેટેસ્ટ રિપોર્ટ ‘ઈન્ડિયા મંથલી રિપોર્ટ અંડર ધ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (ઈન્ટરમીડિયરી ગાઈડલાઈન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમ, 2021’ અનુસાર, વોટ્સએપે જુલાઈ મહિનામાં ભારતમાં 23,87,000થી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. WhatsAppએ કહ્યું કે કંપનીની ફરિયાદ નિવારણ સિસ્ટમ દ્વારા રિપોર્ટના આધારે બંને યુઝર્સ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. IT નિયમો હેઠળ આવું કરવું ફરજિયાત છે. વોટ્સએપને આ ઉપરાંત 574 ફરિયાદ-અહેવાલો મળ્યા હતા. એમાંના 27 એકાઉન્ટ સામે પગલાં લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Twitter વિશે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, ટ્વીટ થશે એડિટ !

નોંધનીય છે કે કંપની દ્વારા લગભગ 23 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવો એ એક મોટી સંખ્યા છે. માર્ચ પછી આ સૌથી વધુ સંખ્યા છે. માર્ચમાં 18 લાખ ખાતા, એપ્રિલમાં 16 લાખ અને મે મહિનામાં 19 લાખ ખાતાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તે જ સમયે, જૂનમાં 22 લાખ એકાઉન્ટો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

શું રહ્યું મુખ્યકારણ ?

વોટ્સએપ ફરિયાદ નિવારણ મિકેનિઝમ હેઠળ વપરાશકર્તાઓની ફરિયાદો સ્વીકારે છે અને પછી તેમના ઉકેલ સાથે બહાર આવે છે. કંપનીનું કહેવું છે કે તેને 574 યુઝર રિપોર્ટ્સ મળ્યા છે. બુધવારે, મેટાએ જાહેર કર્યું કે તેણે જુલાઈમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી 27 મિલિયનથી વધુ પોસ્ટ્સ દૂર કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સરકારના નિયમોનું પાલન કરી રહ્યું છે. આ હેઠળ, કંપનીએ 1.73 કરોડ સ્પામ પોસ્ટ અને હિંસક અને ગ્રાફિક સામગ્રીની 23 લાખ પોસ્ટ દૂર કરી છે.

Back to top button