ટોપ ન્યૂઝસાયન્સ એન્ડ ટેકનોલોજી

ભારતમાં વ્હોટ્સએપ સર્વર થયું ડાઉન, તહેવારની વચ્ચે કંપની કરી રહી છે સફાઈ!!

Text To Speech

મેટાના WhatsAppની સેવાઓને આંશિક વિક્ષેપનો સામનો કરવો પડ્યો છે. ભારતમાંવ્હોટ્સએપસર્વર ડાઉન થવું એ કોઈ નવી વાત નથી. તહેવારોની સિઝનમાં આવું અગાઉ પણ જોવા મળ્યું છે. વેબસાઇટ ડાઉન થવાને કારણે હજારો યુઝર્સને અસર થઈ રહી છે. મુંબઈ, દિલ્હી, કોલકાતા, લખનઉ, અમદાવાદ સહિત ભારતનાં વિવિધ શહેરોમાં વ્હોટ્સએપ સર્વર ડાઉન થયું છે. જોકે, હજી સુધી વ્હોટ્સએપે આના પર કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું નથી.

WhatsApp એ વિશ્વનું સૌથી મોટું મેસેજિંગ પ્લેટફોર્મ છે અને ભારતમાં તેના 39 કરોડ યૂઝર્સ છે અને Facebook અને YouTube પછી ત્રીજું સૌથી મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે.

અગાઉ પણ સમગ્ર વિશ્વમાં બંધ રહ્યું હતુંવ્હોટ્સએપ
ગયા વર્ષે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ પ્લેટફોર્મ લગભગ 6 કલાક સુધી સમગ્ર વિશ્વમાં બંધ રહ્યું, જેના અંતર્ગત અબજો યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ સમસ્યા 2021 ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં રાતના લગભગ 9.15 કલાકે શરૂ થઈ હતી. સેવાઓ બંધ રહેવાના કારણે ઝ્કરબર્ગે માફી માંગી હતી.

આ અંતર્ગત ટ્વિટર પર ઘણા ધમાસાણ બાદ આખરે 2 કલાક વ્હોટ્સએપના પછી સર્વર સાફ થઇ ગયા લાગે છે!!!

આ પણ વાંચો:  WhatsApp કામ કરતું નથી ? તેની જગ્યાએ તમે આ એપ્સનો કરી શકો છો ઉપયોગ

Back to top button