WhatsApp યુઝર્સને અજાણ્યા ગ્રૂપમાં જોડાવાથી રોકવા માટે નવું સેફટી ફીચર લાવ્યું, જાણો
- કોઈ અજાણ્યો યુઝર વોટ્સએપ ગ્રુપમાં એડ કરે છે, તો તેણે પોતાના વિશે વધુ વિગતો આપવી પડશે
નવી દિલ્હી, 10 જુલાઈ: WhatsAppએ એક નવા ફીચરની જાહેરાત કરી છે, જે હકીકતમાં યુઝર્સ માટે સેફ્ટી ગાર્ડ તરીકે કામ કરશે. આ નવું ફીચર યુઝર્સને અજાણ્યા અને ખતરનાક વોટ્સએપ ગ્રુપ્સથી દૂર રાખવામાં મદદ કરશે. જો કોઈ અજાણ્યો યુઝર તમને વોટ્સએપ ગ્રુપમાં એડ કરે છે, તો તેણે પોતાના વિશે વધુ વિગતો આપવી પડશે. આ માહિતી વોટ્સએપ ચેનલ્સ દ્વારા શેર કરવામાં આવી છે. તાજેતરમાં, સાયબર છેતરપિંડીના આવા ઘણા કિસ્સાઓ બહાર આવ્યા છે, જેમાં પીડિતને પહેલા વોટ્સએપ ગ્રુપમાં સામેલ કરવામાં આવે છે અને અંતે તેના બેંક ખાતામાંથી લાખો રૂપિયા ઉપાડી લેવામાં આવે છે. નિર્દોષ લોકોને આવી છેતરપિંડીથી બચાવવા માટે આ ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Meta-owned WhatsApp rolled out a new feature that will help users stay safe in group messaging.
This has already started rolling out to users and will be available to all users in the coming weeks, the company said. pic.twitter.com/jGunPI1fpD
— IANS (@ians_india) July 9, 2024
યુઝરે વધુ માહિતી આપવી પડશે
લેટેસ્ટ ફીચર પછી, વોટ્સએપ ગ્રુપ(WhatsApp Group)માં કોઈપણ નવા યુઝરને ઉમેરતા પહેલા કેટલીક માહિતી શેર કરવી પડશે. વોટ્સએપ ચેનલો દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગ્રુપમાં સામેલ કરનારા યુઝરે કેટલીક મહત્ત્વપૂર્ણ માહિતી આપવી પડશે.
કઈ-કઈ વિગતો શેર કરવાની રહેશે?
અજાણ્યા યુઝર્સને જણાવવું પડશે કે, કોણ એડ કરી રહ્યું છે, ગ્રૂપ ક્યારે બનાવવામાં આવ્યું હતું અને ગ્રુપ વિશેની વિગતો આપવી પડશે. આવી સ્થિતિમાં સામાન્ય લોકો પોતાની જાતને સુરક્ષિત રાખી શકશે. જો કે, આ માટે પહેલા યુઝર્સે ગ્રુપ પ્રાઈવસી સેટિંગ્સ(Group privacy settings)ને એક્ટિવેટ કરવું પડશે.
વોટ્સએપે કહ્યું, કેવી રીતે કામ કરશે?
વોટ્સએપના FAQ પેજ પર કહેવામાં આવ્યું છે કે, જ્યારે પણ કોઈ તમને વોટ્સએપ ગ્રુપમાં એડ કરશે તો કંપની તમને એડ કરતા પહેલા ભરેલી માહિતી બતાવશે. આ પછી, યુઝર પોતે નક્કી કરી શકે છે કે, તે ગ્રુપ સુરક્ષિત છે કે નહીં, ત્યારબાદ તેઓ આ ગ્રુપમાં જોડાઈ શકે છે અથવા પોતાને દૂર કરી શકે છે.
વોટ્સએપે કયું ફીચર રજૂ કર્યું?
વોટ્સએપનું આ ફીચર રોલઆઉટ કરવામાં આવ્યું છે. કેટલાક યુઝર્સને આ ફીચર મળ્યું છે, જ્યારે આગામી દિવસોમાં આ ફીચર દરેક વ્યક્તિ સુધી પહોંચશે. આ માટે તમે Google Plays Store પર જઈને WhatsAppને અપડેટ કરી શકો છો. WhatsApp એક લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન છે અને ભારતમાં તેના લાખો યુઝર્સ છે
આ પણ જુઓ: આજે છે સેમસંગની મોટી ઈવેન્ટ, ફોલ્ડિંગ ફોનથી લઈને સ્માર્ટ રિંગ સુધીની અનેક પ્રોડક્ટ્સ થશે લોન્ચ