વોટ્સએપે ચેટિંગ માટે આપ્યું આ અદ્ભુત ફીચર, જાણો વિગત
- યુઝર્સના ચેટિંગ અનુભવને વધુ બહેતર બનાવવા માટે કંપની લાવી વધુ એક નવું ફીચર
- WABetaInfoએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી માહિતી
HD ન્યૂઝ ડેસ્ક, 20 જુલાઈ: વોટ્સએપ ચેટિંગ હવે વધુ મજેદાર બની ગયું છે. યુઝર્સના ચેટિંગ અનુભવને વધુ બહેતર બનાવવા માટે કંપની એક મોટું અપડેટ લાવ્યું છે. આ અપડેટ ઇમોજી માટે આવ્યું છે. ગયા વર્ષે, એવી જાણ કરવામાં આવી હતી કે કંપની એનિમેટેડ ઇમોજી ફીચર પર કામ કરી રહી છે, જેના દ્વારા વપરાશકર્તાઓ ચેટ કરતી વખતે ડાયનેમિક અને એનિમેટેડ ઇમોજી દ્વારા તેમની લાગણીઓને વધુ સારી રીતે વ્યક્ત કરી શકશે. હવે વોટ્સએપે આ ફીચર રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે.
લોટી લાઇબ્રેરીમાંથી બનાવવામાં આવ્યા ઇમોજી
WABetaInfoએ તેના સત્તાવાર X એકાઉન્ટમાંથી આ નવા અપડેટ વિશે માહિતી આપતી એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં એક ફોટો પણ શેર કરવામાં આવ્યું છે. આમાં તમે આ નવું ફીચર જોઈ શકો છો.
📝 WhatsApp beta for Android 2.24.15.15: what’s new?
WhatsApp is rolling out an animated emojis feature using Lottie, and it’s available to some beta testers!!https://t.co/0xw4o9AFFf pic.twitter.com/1nuwJRZ19z
— WABetaInfo (@WABetaInfo) July 19, 2024
પોસ્ટની નીચે અનેક યુઝરે આ ફિચરના વીડિયો પણ શેર કર્યા છે, ત્યાં તમે નવા એનિમેટેડ ઈમોજી ફીચર જોઈ શકો છો. આ એનિમેટેડ ઇમોજીસ લોટી લાઇબ્રેરીમાંથી બનાવવામાં આવ્યા હતા. લોટી લાઇબ્રેરીના ઇમોજી યુઝર્સને એક ઉત્તમ ચેટિંગ અનુભવ પ્રદાન કરશે. કંપનીએ થોડા અઠવાડિયા પહેલા લોટી ફ્રેમવર્ક પર આધારિત સ્ટીકરો બહાર પાડ્યા હતા અને એનિમેટેડ ઇમોજીસ પણ તેનો એક ભાગ છે.
કેટલાક ઇમોજીને કરવામાં આવ્યા એનિમેટેડ
એ વાત યાદ રાખો કે WhatsAppમાં તમામ ઇમોજી એનિમેશનને સપોર્ટ કરતા નથી. કંપની ફક્ત મેસેજિંગની અનુભૂતિને સુધારવા માટે તેને રોલઆઉટ કરી રહી છે. આવી સ્થિતિમાં, હાલમાં એનિમેશન સાથે માત્ર કેટલાક ઇમોજીસ ઓફર કરવામાં આવી રહ્યા છે. આનો અર્થ એ છે કે ચેટમાં મોકલવામાં આવેલ ઇમોજી જ એનિમેટેડ દેખાશે, જેનું એનિમેટેડ વર્ઝન ઉપલબ્ધ હશે. નોન-એનિમેટેડ ઇમોજી હજુ પણ પહેલાની જેમ ચેટમાં દેખાશે.
આ યુઝર્સ માટે આવ્યું અપડેટ
WABetaInfoએ આ અપડેટને Android 2.24.15.15 માટે WhatsApp બીટામાં જોયું છે, જે Google Play Store પર ઉપલબ્ધ છે. જો તમે બીટા યુઝર છો, તો તમે આ અપડેટ ઇન્સ્ટોલ કરીને એનિમેટેડ ઈમોજી ફીચરનો આનંદ લઈ શકો છો. બીટા પરીક્ષણ પૂર્ણ થયા પછી કંપની વૈશ્વિક વપરાશકર્તાઓ માટે આ સુવિધાના સ્થિર સંસ્કરણને રોલ આઉટ કરશે.
આ પણ વાંચો: BSNLનો સૌથી સસ્તો પ્લાન: 200 રૂપિયામાં મળે છે આ જોરદાર ઓફર, જાણો વિગત