ડેસ્કટોપ યુઝર્સ માટે WhatsApp લાવ્યું છે આ નવુ ફિચર !
ઇન્સ્ટેન્ટ મેસેજિંગ એપ WhatsApp અવારનવાર નવા ફિચર લાવતું રહે છે. ક્યારેક અન્ડ્રોઈડ યુઝર્સ માટે તો ક્યારેક આઈફોન યુઝર્સ માટે અને હવે WhatsApp એ તેના વેબ યુઝર્સ એટલે કે ડેસ્કટોપ યુઝર્સ માટે નવુ ફિચર લાવ્યું છે. ડેસ્કટોપ યુઝર્સ માટે હવે સર્ચ ગ્રુપ વાયા કોન્ટેક્ટ નેમ નામનું નવુ ફિચર બહાર પાડ્યું છે. આ ફિચરની મદદથી હવે કોઈ પણ ગ્રુપ શોધવામાં સરળતા રહેશે. ઉલ્લેખનીય છે કે વોટ્સએપએ તાજેતરમાં જ ડેસ્કટોપ યુઝર્સ માટે વોઇસ અને વિડિયો કૉલિંગની સુવિધામાં વધારો કરવા માટે કૉલિંગ બટન શામેલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : WhatsApp માં પ્રાઈવસીને લઈને થઈ જાવ બેફિકર : આવી રહ્યું છે આ નવું ફિચર
સર્ચ ગ્રુપ ફિચર
WhatsApp ના નવા ફીચર માટે લેટસ્ટ સ્ટેબલ વોટ્સએપ ટેબલેટ વર્જન રોલ આઉટ કરવામાં આવ્યું છે. તમે હજી સુધી જો આ સુવિધા મળતી નથી, તો તમે નવા વર્જનને અપડેટ કરીને આ સુવિધાનો લાભ લઈ શકો છો. આ ફીચર વોટ્સએપ માટે યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી છે, પ્લેટફોર્મ પર ઘણા ગ્રુપ્સ સામેલ હોય છે અને કોઈ સ્પેસફિફિક કોન્ટ્રાક્ટ સાથે ગ્રુપના નામ યાદ રાખવા મુશ્કેલ બને છે અને હવે આ ફિચરથી ગ્રુપ શોધવા માટે પૂરા કોન્ટેક લિસ્ટની જરૂર નથી, તમે માત્ર ગ્રુપ દ્વારા કોઈ એક કોન્ટેકસનું નામ શોધો અને તમને ચેટ કરી શકો છો.
કેવી રીતે કામ કરશે આ ફિચર ?
WhatsAppના ફિચરને પહેલાથી સ્માર્ટફોન અને લેટેસ્ટ વર્ઝનમાં યુઝ કરી શકાય છે. જો કે, કંપનીએ હવે આ સુવિધાને ડેસ્કટોપ યુઝર્સ માટે બહાર પાડ્યુ છે. આ ફિચરની મદદથી ગ્રુપ શોધવા માટે તમારે સર્ચ બોક્સમાં જવું પડશે અને કોન્ટેક્ટ ટાઈપ કરવુ પડશે અને સર્ચ કરવું પડશે અને હવે તમારે કોન્ટેક્ટ સંબંધિત બધા ગ્રુપની લિસ્ટ જોવા મળશે, જેમાં તમે અને તમારા કોન્ટેક્ટના વ્યક્તિ જોડાયેલા હશો.
કોલિંગ બટનની સુવિધા
WhatsApp ની આ સુવિધા હાલ બીટા ટેસ્ટિંગ માટે ચાલુ રાખવામાં આવી છે. આ ફિચરની મદદથી ડેસ્કટોપ યુઝર્સને વોઇસ અને વિડિઓ કૉલિંગની સુવિધા મળી શકે છે. આ ફિચર માટે બારોકોડ સાથે એક નવી સ્લાઈડ જોઈ શકાય છે, જે બતાવે છે, ચેટ લિસ્ટ, સ્ટેટસ અને સેટિંગ બાદ હવે કોલિંગનો ઓપ્શન પણ જોવા મળે છે.