આ 30 સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, તમારો ફોન તો નથી ને આ લિસ્ટમાં?
- વોટ્સએપ સમયાંતરે તેની એપમાં અનેક ફેરવાર કરતું રહે છે, ત્યારે હવે WhatsAppના આવનારા અપડેટ બાદ ઘણા ફોનમાં વોટ્સએપ નહીં ચાલે, 30 જેટલા સ્માર્ટફોનમાં થઈ જશે વોટ્સઅપ બંધ, જૂઓ લિસ્ટ…
HD ન્યૂઝ ડેસ્ક, 28 જૂન: આજના સમયમાં WhatsApp આપણને એકબીજા સાથે જોડાયેલા રહેવામાં ઘણી મદદ કરે છે. તે એક મુખ્ય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ બની ગઈ છે. સમગ્ર વિશ્વમાં લગભગ 2.4 અબજ લોકો તેનો ઉપયોગ કરે છે. વોટ્સએપનું ઈન્ટરફેસ એકદમ સરળ છે અને તે યુઝર્સને એક પ્લેટફોર્મ પર મેસેજિંગ, વોઈસ કોલિંગ, વીડિયો કોલિંગ અને ડોક્યુમેન્ટ શેરિંગ જેવી ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. કરોડો યુઝર્સની સુવિધા માટે કંપની સમયાંતરે નવા ફીચર્સ લાવતી રહે છે અને તેના પ્લેટફોર્મમાં કેટલાક ફેરફાર પણ કરતી રહે છે.
જો તમે તમારા ફોનમાં WhatsAppનો ઉપયોગ કરો છો તો તમારા માટે કામના સમાચાર છે. વાસ્તવમાં, યુઝર્સની સુરક્ષા અને ગોપનીયતાને ધ્યાનમાં રાખીને, મેટાની માલિકીની કંપનીએ એક મોટું પગલું ભર્યું છે. WhatsApp લગભગ 35 સ્માર્ટફોનમાં તેનો સપોર્ટ બંધ કરવા જઈ રહ્યું છે. તેથી, જો તમે WhatsAppનો ઉપયોગ કરો છો, તો તમારે સાવચેત રહેવું જોઈએ.
WhatsApp આગામી અપડેટમાં લગભગ 35 સ્માર્ટફોન્સમાંથી તેનો સપોર્ટ હટાવી દેશે. આ યાદીમાં iOS અને Android બંને સ્માર્ટફોન સામેલ છે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે લિસ્ટમાં સામેલ કોઈપણ સ્માર્ટફોન છે અને તમે તેના પર વોટ્સએપ ચલાવો છો, તો શક્ય છે કે તમારે ભવિષ્યમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આવો અમે તમને જણાવીએ કે આગામી સમયમાં કયા સ્માર્ટ ફોનમાં વોટ્સએપ સેવા આપતું બંધ થઈ જશે.
આ સ્માર્ટફોનમાં નહીં મળે WhatsApp અપડેટ
- Samsung Galaxy Ace Plus
- Samsung Galaxy Express 2
- Samsung Galaxy Note 3
- Samsung Galaxy Core
- Samsung Galaxy S4 Zoom
- Samsung Galaxy Grand
- Samsung Galaxy S4 Mini
- Samsung Galaxy S3 Mini
- Samsung Galaxy S4 Active
- Moto X
- Moto G
- iPhone SE
- iPhone 5
- iPhone 6
- iPhone 6S
- iPhone 6S Plus
- Huawei Ascend G525
- Huawei Ascend P6 S
- Huawei GX1s
- Huawei C199
- Huawei Y625
- Lenovo A858T
- Lenovo 46600
- Lenovo S890
- Lenovo P70
- Sony Xperia E3
- Sony Xperia Z1
- LG Optimus G
- LG Optimus 4X HD
- LG Optimus L7
લિસ્ટમાં સામેલ તમામ સ્માર્ટફોનમાં આગામી અપડેટ મળ્યા બાદ વોટ્સએપ એપ્લીકેશન ચાલવાનું બંધ થઈ જશે. જો તમારી પાસે આમાંથી કોઈ સ્માર્ટફોન છે તો તમારે તરત જ તમારો WhatsApp ડેટા સેવ કરી લેવો જોઈએ. હવે આ તમામ ફોનમાં કોઈપણ પ્રકારનું સિક્યોરિટી અપડેટ આપવામાં આવશે નહીં.
આ પણ વાંચો: Flipkartએ લોન્ચ કર્યું UPI પેમેન્ટ એપ, યુઝર્સને મળશે કેશબેક ઓફર