WhatsApp લાવ્યુ નવું ફિચર : હવે ડિલીટ થયેલો મેસેજ પાછો લાવી શકાશે !
ટેક્નોલોજી ઘણી આગળ વધી રહી છે, દરેક સોશિયલ મીડિયા એપ દિવસે ને દિવસે અપડેટ થતી રહે છે, ત્યારે આગળ વધતી ટેક્નોલાજીમાં વધુ એક અપડેટ બહાર આવી રહ્યું છે, હવે તમે WhatsApp પર ડિલીટ થયેલો મેસેજ ફરી પાછો લાવી શકશે. ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ યુઝર્સને નવા ફીચર્સ અને નવા ફીચર્સ આપવા માટે સતત ઘણા ફેરફારો કરી રહ્યું છે. તેને અંતર્ગત WhatsAppએ વધુ એક નવું ફીચર બહાર પાડ્યું છે. આ ફીચરની મદદથી ભૂલથી ડીલીટ થયેલા મેસેજ પાછા લાવી શકાશે. ખરેખર, આ ફીચર Delete for Me વિકલ્પના અપડેટ દરમિયાન લાવવામાં આવ્યું છે. એટલે કે હવે યુઝર્સ ભૂલથી Delete for Me ઓપ્શન પર ટેપ કર્યા પછી પણ ડીલીટ થયેલા મેસેજને પાછા લાવી શકશે.
આ પણ વાંચો : એલોન મસ્ક છોડી શકે છે ટ્વિટરનું CEO પદ : લોકોનો લીધો અભિપ્રાય
"Delete for Me" ????????????
We've all been there, but now you can UNDO when you accidentally delete a message for you that you meant to delete for everyone! pic.twitter.com/wWgJ3JRc2r
— WhatsApp (@WhatsApp) December 19, 2022
શું છે ફાયદો ?
વોટ્સએપના આ ફીચરનો સૌથી મોટો ફાયદો એ છે કે ઘણી વખત આપણે ગ્રુપમાંથી મેસેજને ઉતાવળમાં ડિલીટ કરવા માટે Delete for Everyone ને બદલે Delete for Me ઓપ્શન પર ટેપ કરીએ છીએ. આ પછી તમારી ચેટમાંથી મેસેજ હટાવી દેવામાં આવે છે, પરંતુ ગ્રુપના અન્ય સભ્યો મેસેજ જોઈ શકે છે. તેથી હવે વોટ્સએપના નવા ફીચરની મદદથી તમે Delete for Me ઓપ્શન પર ટેપ કર્યા પછી પણ મેસેજને Undo કરી શકશો.
આ રીતે કામ કરશે ફીચર
WhatsAppએ આ ફીચર iOS અને Android બંને માટે રોલઆઉટ કર્યું છે. કંપનીએ ટ્વિટર પર નવા ફીચર વિશે માહિતી આપી છે. જો કે, ડીલીટ ફોર મી ઓપ્શનમાં Undo સુવિધા માત્ર 5 સેકન્ડ માટે ઉપલબ્ધ છે. એટલે કે, જો યુઝર્સ ભૂલથી Delete for Everyone ને બદલે Delete for Me ઓપ્શન પર ટેપ કરે છે, તો તેઓ પહેલી 5 સેકન્ડમાં જ મેસેજને પાછો લાવી શકે છે એટલે કે Undo કરી શકશે.
Delete for Everyone ફીચર 2017માં બહાર પડ્યું હતુ
તમને જણાવી દઈએ કે વર્ષ 2017માં વોટ્સએપે Delete for Everyone ફીચર બહાર પાડ્યું હતું. આ સુવિધા યુઝર્સ દ્વારા ભૂલથી મોકલવામાં આવેલા મેસેજને ડિલીટ કરવા માટે શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં આ સુવિધાનો ઉપયોગ ફક્ત પ્રથમ 7 મિનિટ માટે જ થઈ શકતો હતો. બાદમાં આ સમય વધારીને 60 કલાક કરવામાં આવ્યો છે.