વૉટ્સએપે 71 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ પર મૂક્યો પ્રતિબંધ, જાણો કારણ
નવી દિલ્હી WhatsApp તેના પ્લેટફોર્મ પર વપરાશકર્તાઓને સુરક્ષિત રાખવા માટે અવાર-નવાર અનેક પગલાં લે છે, આ હેઠળ, કંપની દર મહિને તમામ શંકાસ્પદ એકાઉન્ટ્સને પ્રતિબંધિત કરે છે. આ સિવાય યુઝર્સ દ્વારા રિપોર્ટ કરવામાં આવેલા એકાઉન્ટની સમીક્ષા કરવામાં આવે છે અને તેના પર કાર્યવાહી કરવામાં આવે છે. આ નીતિ અનુસાર સપ્ટેમ્બર મહિનામાં વૉટ્સએપે 71 લાખથી વધુ ભારતીય વપરાશકર્તાઓના ખાતાઓને પ્રતિબંધિત કર્યા છે.
એક જ મહિનામાં 71 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ
દર મહિનાની જેમ સપ્ટેમ્બરમાં પણ વોટ્સએપે લાખો એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મે સપ્ટેમ્બર મહિનામાં 71.1 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આઈટી નિયમો અનુસાર આ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કેમ ભારતીય વપરાશકર્તાના એકાઉન્ટ પર WhatsApp દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો ?
વૉટ્સએપ દ્વારા મુકવામાં આવેલા પ્રતિબંધની જો વાત કરવામાં આવે તો WhatsApp તેના વપરાશકર્તાઓની સુરક્ષાને ધ્યાને રાખીને દર મહિને અનેક ખાતાં પર પ્રતિબંધ મૂકે જ છે કેમ કે ભારતમાં યુઝર્સને સુરક્ષિત રાખવા માટે વૉટ્સએપે IT નિયમોનું પાલન કરવાનું હોય છે. ત્યારે WhatsApp દર મહિને IT નિયમો અનુસાર અનેક પગલાં ભરે છે.
આ અંતર્ગત કંપની દર મહિને એક રિપોર્ટ પણ જારી કરે છે, જેમાં પ્રતિબંધિત એકાઉન્ટ અને અન્ય વિગતો આપવામાં આવે છે. કંપનીએ કહ્યું છે કે સપ્ટેમ્બરમાં 71.1 લાખ વોટ્સએપ એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે, જેમાંથી 25.7 લાખને કોઈપણ યુઝર્સ ફરિયાદ કરે તે પહેલા જ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે.
માત્ર WhatsApp જ નહીં, અન્ય સોશિયલ મીડિયાએ પણ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવો પડશે
IT નિયમો હેઠળ, તમામ સોશિયલ મીડિયા કંપનીઓએ ફરિયાદ રિપોર્ટ જારી કરવાના હોય છે, જેથી માત્ર વોટ્સએપ જ નહીં, અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મે પણ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવશે.
વોટ્સએપ તેના પ્લેટફોર્મ પર ઘણા નવા ફીચર્સ એડ કરી રહ્યું છે…
તાજેતરમાં જ કંપનીએ WhatsApp ચેનલ ફીચર એડ કર્યું છે. આ ફીચરની મદદથી તમે નંબર વગર પણ વોટ્સએપ પર અન્ય યુઝર્સ સાથે કનેક્ટ કરી શકશો. એપ્લિકેશન ટૂંક સમયમાં તેના પ્લેટફોર્મ પર મલ્ટી એકાઉન્ટની સુવિધા ઉમેરવા જઈ રહી છે. તેની મદદથી યુઝર્સ એક જ એપ પર એકથી વધુ વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે.
આ પણ વાંચો: સાંસદોના આઈફોન સ્નૂપિંગ કેસમાં સરકારે એપલને પણ નોટિસ પાઠવી