મતગણતરી પહેલાં, મતગણતરી દરમિયાન અને મતગણતરી બાદ તમારે શું કરવું અને શું ન કરવું જોઈએ
HD ન્યૂઝ ડેસ્ક, 3 જૂન : ગુજરાત સહિત દેશભરમં લોકસભાની મતદાન પ્રક્રિયા શંતિપુર્ણ રીતે સંપન્ન થઈ ગઈ છે, વિશ્વભરના લોકોની નજર મતગણતરી પર રહેશે, વિશ્વભરમાં કોની સરકાર બનશે તેના માટે ભારે ઉત્સુકતા છવાાઈ રહી છે. ખાસ કરીને રાજકીય પક્ષોના કાર્યકરોમાં પણ મતગણતરી અને તેના પરિણામો માટે ઉત્સાહ છવાયો છે. મતગણતરી પહેલાં,મતગણતરી દરમિયાન અને મતગણતરી બાદ એટલેકે પરિણામ જાહેર થયા બાદ આનંદના અતિરેકમાં આવી જઈ અથવાતો અપેક્ષા કરતાં વિપરીત પરિણામથી હતાશ નિરાશ થઈ રોષે ભરાયેલા કાર્યકર્તાઓ કે રાજકીય પક્ષોના સમર્થકો સંયમ ગુમાવી બેસે છે. દરેક વ્યક્તિએ મતગણતરી પહેલાં, મતગણતરી દરમિયાન કે મતગણતરી બાદ પરિણામો જાહેર થાય ત્યારે સંયમ રાખવો હિતાવહ અને જરુરી છે.
ખાસ કરીને ગુજરાતમાં મતદાન પ્રક્રિયા શાંતિપુર્ણ રીતે સંપન્ન થઈ, પોલીસ દ્વારા અભુતપુર્વ સલામતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. પોલીસ અને નાગરીકોએ પણ શિસ્ત અને સંયમના દર્શન કરાવ્યા હતા. જેના કારણે મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ એનિચ્છનિય ઘટનાઓ બની ન હતી. હવે તા.4 જુનના રોજ મતગણતરી થવા જઈ રહી છે ત્યારે પ્રત્યેક નાગરીકે સંયમ રાખવો જરુરી છે. સતર્કતા ગ્રુપ દ્વારા આ દરમિયાન નાગરીકોએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તે અંગે મહત્વના સુચનો કર્યા છે. વાંચો મતગણતરી પહેલાં, મતગણતરી દરમિયાન અને મતગણતરી પુરી થયા બાદ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.
– મતગણતરી પહેલાં સટ્ટા બઝારમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે.નાગરીકોએ અને ખાસ કરીને યુવાનોએ શોર્ટકટથી અથવાતો ગેરમાર્ગે દોરાઈને લાલચ છોડીને સટ્ટાના રવાડે ચડવું ન જોઈએ.સટ્ટા બઝારથી દુર રહેવું જોઈએ.
– ગુજરાત પોલીસ દ્વારા મતગણતરી અંગે પ્રસિધ્ધ કરાયેલા જાહેરનામાનો અમલ કરવો જરુરી અને હિતાવહ છે.
– મતગણતરી કેન્દ્રની અંદર કે બહાર હોવ ત્યારે પોલીસના જાહેરનામાનો ભંગ ન કરો.
– મતગણતરી સમયે પોલીસની સુચનાનો અમલ કરો
– આવેશમાં કે ઉશ્કેરાટમાં આવી જઈ બંદોબસ્તમાં તૈનાત પોલીસ સાથે સંઘર્ષ કરવાનું ટાળો
– પોલીસ સાથે કોઈ શાબ્દિક સંઘર્ષ થતો હોય તો તે સ્થળેથી દુર જતા રહો,તમે સંઘર્ષમાં ફરતી ન જાઓ
– મતગણતરી દરમિયાન કોઈ અફવા સાંભળવા મળે તો તે અફવાને સાચી ન માનો,અફવાને સાચી માની પ્રતિસાદ આપવાનું ટાળો
– કોઈ વ્યક્તિ અફવા ફેલાવે તો તુરત જ પોલીસને જાણ કરો
– કોઈ ઉમેદવારની જીત થાય તો આનંદના અતિરેકમાં આવી ન જાઓ,તમારા ઉત્સાહને કાબુમાં રાખો
– કોઈ ઉમિદવારની જીત થાય તો ઉશ્કેરણીજનક સુત્રોચ્ચારો ન કરો,ઉશ્કેરણીજનક દેખાવો ન કરો
– કોઈ વિજેતા ઉમેદવારના વિજય સરઘસમાં જોડાઓ તો ઉશ્કેરણીજનક હરકતોથી દુર રહો
– વિજયના આનંદના અતિરેકમાં આવી જઈ ગેરકાનુની ગણી શકાય તેવી પાર્ટીઓ ન કરો,તેમાં જવું નહીં
– ચુંટણીમાં હાર અને જીત એ સ્વાભાવિક પ્રક્રિયા છે.તેનો સ્વિકાર કરતાં શીખો
– કોઈ હારેલા ઉમેદવારના સમર્થનમાં આવી જઈ કોઈ વ્યક્તિના ઈશારે તોડફોડ,આગચંપી,પથ્થરમારો કે મારામારી જેવી ઘટનાઓથી દુર રહો
– કોઈ વ્યક્તિની ખોટી દોરવણી કે પ્રેરીત થઈને ગેરકાનુની ક્રુત્યો ક્યારેય ન કરો
– કોઈપણ પ્રકારની અફવાઓ ફેલાવશો નહીં કે અફવાઓને સમર્થન આપશો નહીં
– ખાસ કરીને સોશિયલ મિડિયાનો ખુબજ સંયમપુર્વક અને બુધ્ધિપુર્વક ઉપયોગ કરવો હિતાવહ છે.
– કોઈપણ રાજકીય પક્ષ કે રાજકીય નેતાની બદનામી થાય,ઉશ્કેરાટ ફેલાય કે બે કોમ વચ્ચે,બે સમાજ વચ્ચે કે નાગરીકોના જુથ વચ્ચે વૈમનશ્ય ફેલાય તેવા કાર્ટુન્સ,આર્ટીકલ્સ,ગ્રાફિક્સ,એનીમેશન,વિડિયો કે ઓડિયો ક્લિપીંગ્સ સોશિયલ મિડિયા પર વાયરલ ન કરો.તેવા ઉશ્કેરણીજનક-વાંધાજનક મેસેજ મળે તો પોલીસનો સંપર્ક કરો.
– ગુજરાત પોલીસની સાયબર ક્રાઈમ ટીમ સોશિયલ મિડિયા પર સતત વોચ રાખતી હોવાથી સોશિયલ મિડિયાનો ઉપયોગ સંયમપુર્વક કરવો જરુરી અને તમારા માટે હિતાવહ છે.
– મતગણતરીના સ્થળ પર મિડિયા ટીમ કવરેજ કરતી હોય છે ત્યારે કેટલાક અતિઉત્સાહી લોકો આનંદના અતિરેકમાં આવી જતા હોય છે.તે સમયે બુધ્ધિપુર્વક સંયમ રાખવો જરુરી બની રહે છે. તે સમયે સુત્રોચ્ચાર ન કરો, કોઈ અપ્રિય હરકતો ન કરો કે મિડિયા ટીમ સાથે સંઘર્ષમાં ન ઉતરવું જોઈએ.
– વિજય સરઘસ દરમિયાન બંદોબસ્તમાં તૈનાત પોલીસ ટીમના સુચનાઓનો અમલ કરવો, પોલીસ સાથે સંઘર્ષમાં ન ઉતરવું જોઈએ. ખુબ જ શાંતિપુર્ણ રીતે વિજય સરઘસમાં ભાગ લેવો.
– ખાસ કરીને શોર્ટકટથી રુપીયા કમાવવા માટે સટ્ટા બઝારથી દુર રહેવું જરુરી છે.
– કોઈપણ વ્યક્તિ તમને પથ્થરમારો કરવા,આગચંપી કરવા,કોઈ વ્યક્તિ પર હુમલો કરવા ઉશ્કેરણી કરે કે લાલચ આપે તો તેવા ગેરકાનુની ક્રુત્યોથી દુર રહેવું,શક્ય હોય તો પોલીસને જાણ કરવી જોઈએ.
– કોઈપણ પ્રકારના ગેરકાનુની પ્રવાહી કે પદાર્થની હેરાફેરીથી દુર રહેવું, કોઈ લાલચ કે પ્રલોભનમાં આવી જશો તો કાનુની કાર્યવાહીનો સામનો કરવો પડશે.
– શક્ય હોત ત્યાં સુધી મતગણતરી કેન્દ્રો પર જવું નહીં,વિજય સરઘસોમાં જવું નહીં.શક્ય હોય ત્યાં સુધી ઘરે રહીને ટીવી પર સમાચારો વિહાળવા,બીનજરુરી કામ ન હોય તો બહાર નિકળવાનું ટોળવું જોઈએ.
– ટોળામાં એકત્રીત થયા હો તે સ્થળેથી પોલીસના વાહનો, એમ્બ્સુલન્સ, ફાયરબ્રીગેડ, સરકારી ફરજ પરના વાહનો, મહિલાઓ-બાળકે વયોવૃદ્ધ વ્યક્તિ બેઠેલો હોય તેવા વાહનો કે કોઈપણ પ્રકારના વાહનો પસાર થાય તો તેવા વાહનોને સરળતાથી પસાર થાય તેવા પ્રયાસો કરવા, કોઈપણ પ્રકારના વાહનોને રોકવાનો પ્રયાસ ન કરવો જોઈએ.
– ખાસ કરીને ફરજ પરના પોલીસ અધિકારી, પોલીસ જવાનો, અર્ધ લશ્કરી દળના જવાનો સાથે કોઈપણ પ્રકારના સંઘર્ષમં ન ઉરતવું, કોઈ વ્યક્તિ કે ટોળું સંઘર્ષ પર ઉતરે કે સંઘર્ષભરી પરિસ્થિતિ ઉભી થાય તો તુરત જ તે સ્થળ છોડી સલામત સ્થળે જતા રહેવું.
દરેક સમજુ માતાપિતા એ તેમના સંતાનો મતગણતરી ના દિવસે મતદાન મથકો પર ન જાય કે તોફાની તત્વોથી દુર રહે તે સમજાવે અને સંતાનોને પારિવારીક કામોમાં વ્યસ્ત રહે તેવા પ્રયાસો કરવા
– સંતાનોના મિત્રો શંકાસ્પદ હરકતો ધરાવતા હોય, ગુનાહિત માનશિકતા ધરાવતા હોય કે નશો કરતા હોય તો સંતાનોની હરકતો પર ખાસ ધ્યાન રાખે
-સંતાનો સટ્ટા ના રવાડે ચડ્યા હોય તો ખાસ ધ્યાન રાખવું
-પરિવારજનોએ પણ કોઈ રાજકીય બાબતોની ઘરમાં ચર્ચા ન કરવી, જે ચર્ચાના કારણે પરિવારના સભ્યો વચ્ચે વૈમનશ્ય સર્જાય
આ પણ વાંચો :ભૂતપૂર્વ બ્રહ્મોસ એન્જિનિયરને આજીવન કેદ ની સજા: ISI માટે જાસૂસી કરવાનો છે આરોપ