ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શું થયું હશે એ 23 સૈન્ય જવાનોનું? સિક્કિમના હૃદયદ્રાવક દ્રશ્યો

Text To Speech

સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે તીસ્તા નદીમાં એકાએક પુરની સ્થિતિ સર્જાઈ હતી અને તેમાં જે આપણા સૈન્ય જવાનોના વાહનો તણાઈ જતા 23 જવાન લાપતા થયા હતા. આ જવાનોને શોધવાની જે કામગીરી હાથ ધરવામાં આવી હતી તેના કેટલાંક દ્રશ્યો સામે આવ્યા છે જેમાં તમે જોઈ શકો છો કે તે વાહનોની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. તો આ પરથી આપણે અંદાજો નહિ લગાવી શકીએ કે આપડા એ 23 સૈન્ય જવાનોનું શું થયું હશે?

સિક્કિમમાં વાદળ ફાટવાથી જે મોટી તબાહી સર્જાઈ છે તેમાં સેનાના 23 જવાનો ગુમ થયાની સાથે સિક્કિમ સરકાર દ્વારા જાણવામાં આવ્યું છે કે, અચાનક પૂરના કારણે 14 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 102 લોકો ગુમ થયા છે. આ સિવાય 26 લોકો ઘાયલ પણ થયા છે. હજી પણ ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે. ભારતીય સેના અને બચાવકર્મીઓ લોકોને શોધવામાં વ્યસ્ત છે. ઉત્તર સિક્કિમના સિંગતમ વિસ્તારમાં અચાનક આવેલા પૂરમાં સેનાના વાહનો અને પાર્ક કરેલા વાહનો ધોવાઈ ગયા હતા જેમાં સૈનિકો હતા. બચાવ કામગીરી દરમિયાન કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે જેમાં પૂર બાદ દટાયેલા સૈન્ય વાહનોને કાઢવાની મથામણ ચાલી રહી છે.

@prodefgau

સલામતી દળ દ્વારા સ્થાપિત ટેલિફોન સેવા દ્વારા લોકોએ પોતાના સગા-વહાલાનો સંપર્ક કર્યો.

આ પણ વાંચો : સિક્કિમમાં પૂરના કારણે 14 લોકોના મોત, ISROએ જારી કરી તબાહીની તસવીરો

Back to top button