ટ્રેન્ડિંગફન કોર્નરવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

અવકાશમાં કપડાં નિચવશો તો શું થશે? જુઓ વીડિયો

Text To Speech

ગુજરાત, 06 ફેબ્રુઆરી :  અવકાશ એક એવી જગ્યા છે જેના વિશે લોકો વધુ ને વધુ જાણવા માંગે છે. અવકાશની ઘણી એવી બાબતો છે જેને લઈને લોકોના મનમાં અનેક સવાલો ઉઠે છે, આવો જ એક પ્રશ્ન કેનેડિયન વિદ્યાર્થીઓએ સ્પેસ એજન્સીને પૂછ્યો હતો કે જો અવકાશમાં પાણી ફેંકવામાં આવે તો શું થશે? અવકાશયાત્રી હેડફિલ્ડે અવકાશમાંથી જ આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. જે ખૂબ જ રસપ્રદ હતો.

અવકાશમાં કપડાં નિચવશો તો શું થશે?

નોવા સ્કોશિયાના કેટલાક હાઇસ્કૂલના બાળકોએ કેનેડિયન સ્પેસ એજન્સી દ્વારા આયોજિત રાષ્ટ્રીય વિજ્ઞાન સ્પર્ધા જીતી હતી. જેના બદલામાં તેણે સ્પેસ એજન્સીને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. જેના એક પ્રશ્નનો જવાબ અવકાશયાત્રી ક્રિસ હેડફિલ્ડે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આપ્યો હતો.

આપણે એ તો જાણીએ જ છીએ કે જ્યારે કપડાં નિચોવવામાં આવે છે ત્યારે તેમ રહેલું પાણી જમીન પર જ પડે છે, પરંતુ અવકાશમાં આવું થતું નથી, તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે હેડફિલ્ડે ભીનો ટુવાલ નિચોવ્યો ત્યારે તેનું પાણી આજુબાજુ કે નીચે પડવાને બદલે તેની આસપાસ જ રહ્યું. ઊલટાનું, પાણીના પરપોટા ચારે બાજુથી ટુવાલને ઘેરી વળ્યા. તેમજ, ટુવાલ નિચોવી રહેલા ક્રિસ હેડફિલ્ડના હાથ સંપૂર્ણપણે ભીના થઈ ગયા હતા.

લોકોને આશ્ચર્ય થયું

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ @wonderofscience એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલો આ વીડિયો લાખો વખત જોવામાં આવ્યો છે. ઘણા યુજર્સ દ્વારા આ માહિતીને ખૂબ જ આકર્ષક ગણાવવામાં આવી છે. ઘણા લોકો આ જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગયા છે. અવકાશમાં ગુરુત્વાકર્ષણની ગેરહાજરીને કારણે, પાણી નીચે પડતું નથી અને પરપોટાના રૂપમાં આસપાસ જ રહે છે.

આ પણ વાંચો : નાસા બનાવશે સ્પેશિયલ પાવર પ્લાન્ટ, જેથી ચંદ્ર પર નહીં થાય ઊર્જાની સમસ્યા

Back to top button