ટ્રેન્ડિંગયુટિલીટીવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

પૃથ્વી પર 5 સેકન્ડ માટે ઓક્સિજન સમાપ્ત થાય તો શું થાય?

Text To Speech

અમદાવાદ, 24 જાન્યુઆરી : સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો પૃથ્વી પર માત્ર 5 સેકન્ડ માટે ઓક્સિજન ખતમ થઈ જાઈ તો શું થશે? શું બધા લોકોને મારી નાખવામાં આવશે? વિજ્ઞાન અનુસાર, મોટા ભાગના માનવીઓ 5 સેકન્ડ માટે તેમના શ્વાસ સરળતાથી રોકી શકે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે માણસો મરશે નહીં. તો પછી શું થશે?

આ વીડિયો TikTok પર @mulligan.tv એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વ્યક્તિએ કહ્યું કે જો ઓક્સિજન 2 સેકન્ડ માટે પણ ખતમ થઈ જાય તો અરાજકતા સર્જાશે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરતું ઓઝોન સ્તર અદૃશ્ય થઈ જશે. આ સ્તરમાં મોટાભાગે ઓક્સિજનના પરમાણુઓ હાજર હોય છે. ઓઝોન સ્તર અદૃશ્ય થતાં પૃથ્વી પર એટલી ગરમી પડશે કે લોકોની ત્વચા બળવા લાગશે.

કાનનો પડદો ફાટી જશે

ઓક્સિજન સમાપ્ત થતાંની સાથે જ વિશ્વ સંપૂર્ણ અંધકારમાં ફેરવાઈ જશે. ચારે બાજુ અંધકાર છવાઈ જશે. શરૂઆતમાં તમારું શરીર કદાચ નોટિસ નહીં કરે પરંતુ જ્યારે તમે જોશો ત્યારે તમને ખબર પડશે કે આકાશ સંપૂર્ણપણે કાળું છે, કારણ કે સૂર્યમાંથી પ્રકાશના કિરણોને વિખેરવા માટે વાતાવરણમાં ઓક્સિજન નહીં હોય. ટૂંક સમયમાં જ સમગ્ર વસ્તી તેમની પાંચ ઇન્દ્રિયોમાંથી એક વધુ ઇન્દ્રિય ગુમાવી દેશે. ઓક્સિજન આપણા કાન અને બહારની હવા વચ્ચે સમાન દબાણ જાળવી રાખવામાં મદદ કરે છે. જો ઓક્સિજન નહીં હોય તો શૂન્યાવકાશ સર્જાશે, જેના કારણે કાનનો પડદો ફાટી જશે.

વિમાનો આકાશમાંથી પડી જશે

કેનેડાના વાનકુવરના રહેવાસી મુલીગન ઘણીવાર અવકાશ, ટેક્નોલોજી અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન-કાર્લ સાગન જેવા પ્રખ્યાત વૈજ્ઞાનિક વ્યક્તિત્વ વિશે વાત કરતા વીડિયો શેર કરે છે, જેને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેણે કહ્યું કે ઓક્સિજન ખતમ થતાંની સાથે જ બસ, ટ્રક અને કાર સહિત પરિવહનના તમામ માધ્યમો બંધ થઈ જશે જે પેટ્રોલિયમ પદાર્થ પર ચાલે છે. આકાશમાંથી વિમાનો પડી જશે અને લાખો કાર કામ કરવાનું બંધ કરી દેશે. સમગ્ર ગ્રહ ઝડપથી સંકોચાવા લાગશે, પૃથ્વી ફાટવા લાગશે. પૃથ્વીની પરત 45 ટકા ઓક્સિજનથી બનેલી હોવાથી તે પણ સંપૂર્ણપણે તૂટી જશે. દરેક વસ્તુ કે વ્યક્તિ વગેરે પૃથ્વીના કેન્દ્ર તરફ પડવાનું શરૂ કરશે.

આ પણ વાંચો : વર્ષ 2100 સુધીમાં 15 હજાર અમેરિકન શહેરો બની જશે ઘોસ્ટ ટાઉન…

Back to top button