અમદાવાદઉત્તર ગુજરાતગુજરાત

શહેરમાં 160થી વધુની ઝડપે કાર ચલાવવા પાછળ આરોપીનું માઇન્ડ સેટ શું હશે? પોલીસ શું કહે છે

Text To Speech

અમદાવાદ: ઇસ્કોન બ્રિજ (iscon bridge) પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ અક્સ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનું પણ મોત થયું છે. આ સમગ્ર ઘટનામાં આરોપી તથ્ય પટેલ હાલ સારવાર હેઠળ છે અને ટૂંકમાં તેની ધરપકડ કરાશે. ત્યારે પોલીસના નિષ્કર્ષ પ્રમાણે 160થી વધારેની સ્પીડ કંઇ નાની-સૂની વાત નથી. શહેરના રસ્તાઓ ઉપર 100થી વધારે સ્પીડ પણ વધારે ગણાય છે. તે સ્પીડ પાર કરીએ તો પણ લોકોના પગમાં ધ્રૂજારી આવી જાય છે. તો નેશનલ હાઇવે પર લક્ઝુરિયસ કાર દોઢસોથી વધારે સ્પીડમાં દોડતી હોય છે. પરંતુ જ્યારે શહેરની વચ્ચોવચ 160ની સ્પીડ પર કોઈ ગાડી દોડાવે તો તેનું માઇન્ડ સેટ શું હશે તે અંગે પોલીસે જણાવ્યું હતું કે, આરોપી તથ્ય પટેલે આલ્કોહોલ કે ડ્રગ્સનું સેવન કર્યું હોઇ શકે છે. તે જાણવા માટે પોલીસ તમામ પ્રકારના ટેસ્ટ કરશે.

પોલીસ સુત્રોએ કહ્યું હતું કે આરોપી તથ્ય પટેલનો પિતા પ્રજ્ઞેશ પટેલ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે સોલા પોલીસ સ્ટેશનમાં 2 ગુના તથા શાહપુર પોલીસ, રાણીપ પોલીસ અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં 1-1 ગુનો નોંધાયેલો છે. ડીસીપી ટ્રાફિક નીતા દેસાઇએ કહ્યું હતું કે આરોપીએ ડ્રીંક કર્યું હોય તેવું લાગતું નથી પણ પોલીસ સુત્રોએ કહ્યું કે આરોપીના પરિવારનો ગુનાઇત ઇતિહાસ જોતાં આરોપી તથ્ય પટેલે ડ્રગ્સનું સેવન કર્યું હતું કે આલ્કોહોલનું સેવન કર્યું હતું તે સહિતના મુદ્દાની તપાસ કરવા માટે પોલીસ તથ્ય પટેલના તમામ પ્રકારના ટેસ્ટ કરાવશે.

જે રીતે ભયંકર અકસ્માત થયો છે અને જેગુઆર 160થી વધુની સ્પીડમાં હતી તે જોતાં પોલીસને પુરેપુરી આશંકા છે કે આરોપી તથ્ય પટેલે નશો કર્યો હોવો જોઇએ અને તેના પિતાનો ગુનાહીત ભુતકાળ જોતાં પોલીસ આ કેસમાં કોઇ કાચુ કાપવા માગતી નથી જેથી તથ્યની ધરપકડ કર્યા બાદ તેના તમામ પ્રકારના ટેસ્ટ કરવામાં આવશે.

આ પણ વાંચો- અમદાવાદ : અકસ્માત બાદ લોકોએ આરોપી તથ્ય પટેલને માર માર્યાનો વિડિયો આવ્યો સામે

Back to top button