અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના બજેટમાં મહિલાઓ અને બાળકોને શું મળ્યું, જાણો સરકારે કઈ નવી જાહેરાત કરી

ગાંધીનગર, 2 ફેબ્રુઆરી 2024, આજે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં બજેટ રજુ કર્યું હતું. જેમાં અનેક પ્રકારની જાહેરાતો અને જોગવાઈઓ કરવામાં આવી છે. ત્યારે આ બજેટમાં મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે સરકારે ખાસ જોગવાઈઓ અને જાહેરાતો કરી છે. સરકારે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરી છે. તે ઉપરાંત સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે નમો શ્રી યોજનાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે, જેના માટે 750 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે.

પોષણ અને આરોગ્યલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવશે
મહિલાઓ અને બાળકોના પોષણને સુદ્રઢ કરવા અને આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે. કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પોષણ અને આરોગ્યલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. ઘરેલું હિંસા તેમજ જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલાઓ માટે કાઉન્સેલિંગ, માર્ગદર્શન અને સંસ્થાકીય મદદ પૂરી પાડવા રાજ્યમાં ૬૫ સેન્ટર કાર્યરત છે. આ યોજનાની ઉપયોગિતા અને અસરકારકતા જોતાં ૧૫ નવા સેન્‍ટર શરૂ કરવામાં આવશે.

વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે `૨૩૬૩ કરોડની જોગવાઇ
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે `૨૩૬૩ કરોડની જોગવાઇ સહિત પૂરક પોષણ યોજના અંતર્ગત ૩ થી ૬ વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે `૮૭૮ કરોડની જોગવાઇ. પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓને વિતરણ કરવામાં આવતા ટેક હોમ રાશન માટે `૩૪૪ કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રીમાતાને એક હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી બે કિલો ચણા, એક કિલો તુવેરદાળ અને એક લિટર ખાદ્યતેલ આપવામાં આવે છે. જેના માટે `૩૨૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

આદિજાતિ અને વિકાસશીલ તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના
વ્હાલી દિકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે `૨૫૨ કરોડની જોગવાઇ. આંગણવાડી ૨.૦ યોજના અંતર્ગત આંગણવાડીઓના માળખાકીય વિકાસ માટે `૧૮૦૦ કરોડના ખર્ચે અમલી બનનાર યોજના માટે `૨૦૦ કરોડની જોગવાઇ. આદિજાતિ અને વિકાસશીલ તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓને ફલેવર્ડ ફોર્ટીફાઇટ દૂધ આપવા માટે `૧૩૨ કરોડની જોગવાઇ.પોષણ સુધા યોજના હેઠળ ૧૦૬ આદિજાતિ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને ગરમ ભોજન આપવા માટે `૧૨૯ કરોડની જોગવાઇ. પોષણની સ્થિતિનું મૂલ્યાંકન અને દેખરેખ રાખવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ વૃદ્ધિ મોનિટરીંગ ઉપકરણોની ખરીદી કરવા માટે `૧૪ કરોડની જોગવાઇ.

નમો લક્ષ્મી યોજનાની જાહેરાત, 1250 કરોડની જોગવાઇ
રાજ્ય સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનારી પાત્રતા ધરાવતી 10 લાખ વિદ્યાર્થિનીઓને ધોરણ-9, 10 માટે વાર્ષિક 10 હજાર તેમજ ધોરણ 11 અને 12 માટે વાર્ષિક 15 હજાર સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યાથી કુલ 50 હજારની સહાય આપવામાં આવશે. સરકારનું માનવું છે કે, આ યોજનાથી શાળાઓમાં કન્યાઓની સંખ્યામાં વધારો થશે. આ યોજનાની અમલીકરણથી શિક્ષણ ક્ષેત્રની જેમ માધ્યમિક શિક્ષણમાં પણ સાર્વત્રિક નામાંકન હાંસલ કરી શકાશે. આ યોજના માટે રાજ્ય સરકારે 1250 કરોજની જોગવાઈ કરી છે.

આ પણ વાંચોઃઅમદાવાદમાં આ જગ્યાએ પ્રાયોગિક ધોરણે મિકેનીકલ રોટેસનલ પાર્કિંગ બનાવાશે

Back to top button