રક્ષાબંધન પર લાડલી બહેનને શું આપશો? આ રહી 7 બજેટ ફ્રેન્ડલી ગિફ્ટ
HD ન્યૂઝ ડેસ્ક, 6 ઓગસ્ટ: ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર રક્ષાબંધન આવી રહ્યો છે. ભાઈઓ અને બહેનો આખું વર્ષ આ દિવસની રાહ જોતા હોય છે. આ દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈ તેને ગીફ્ટ આપે છે. પરંતુ ઘણીવાર ભાઈઓ કન્ફ્યુઝ રહે છે કે, આ દિવસે તેમની બહેનને શું આપવું. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવીશું કે આ રક્ષાબંધન પર તમે તમારી બહેનને ઓછા બજેટમાં શું ગિફ્ટ આપી શકો છો. ચાલો જાણીએ.
મેકઅપ પ્રોડક્ટ
દરેક છોકરીને મેકઅપ કરવાનું પસંદ હોય છે. જો તમે રક્ષાબંધન પર તમારી બહેનને મેકઅપ પ્રોડક્ટ્સ આપો છો, તો તે ખૂબ જ ખુશ થશે. તમે તેમને તેમના મનપસંદ બ્રાન્ડના પ્રોડક્ટ ગીફ્ટ કરી શકો છો.
બુક્સ
જો તમારી બહેનને પુસ્તકો વાંચવાનો શોખ છે, તો તમે તેને પુસ્તકો પણ આપી શકો છો. તે બજેટ ફ્રેન્ડલી પણ છે અને તેમને તેમાંથી શીખવા પણ મળશે.
ગીફ્ટ હેમ્પર
જો તમે પણ તમારી બહેનની પસંદગીઓથી વાકેફ છો, તો તમે તેને તેની મનપસંદ વસ્તુઓનું ગીફ્ટ હેમ્પર બનાવી શકો છો. તમે તેમને તેમની મનપસંદ ચોકલેટ આપી શકો છો.
કસ્ટમાઇઝ ગીફ્ટ
રક્ષાબંધનમાં, તમે તમારી બહેનને કેટલીક કસ્ટમાઇઝ્ડ ગીફ્ટ પણ આપી શકો છો જેમ કે ટી-શર્ટ, કોફી મગ, કસ્ટમાઇઝ્ડ ફોટો ફ્રેમ વગેરે. આ એક યુનિક ગીફ્ટ છે જે મેળવીને તમારી બહેન ખુશ થશે.
જ્વેલરી
દરેક છોકરીને જ્વેલરી પસંદ હોય છે. જરૂરી નથી કે તમે તમારી બહેનને સાચા સોના, ચાંદી કે હીરાના ઘરેણાં આપો. તમે તમારી બહેનને આર્ટિફિશિયલ જ્વેલરી પણ ગીફ્ટ કરી શકો છો.
આઉટફીટ
છોકરીઓ પાસે ભલેને ગમે તેટલા કપડા હોય, પણ તેમને હંમેશા એમ જ લાગે છે કે તેમની પાસે કપડાં નથી. એટલે જો તમે તમારી બહેનને ડ્રેસ ગીફ્ટ કરો છો, તો તેને તે ખૂબ જ ગમશે.
ટ્રીપ પ્લાન
તમે તમારી બહેન અને પરિવાર સાથે ટ્રીપ પણ પ્લાન કરી શકો છો. આજકાલ દરેક લોકો ખૂબ જ વ્યસ્ત થઈ ગયા છે જેના કારણે ભાઈ-બહેન સાથે સમય વિતાવી શકતા નથી. આવી સ્થિતિમાં, જો તમે તમારી બહેન સાથે બહાર જાઓ છો, તો તમારી બહેનને ખૂબ આનંદ થશે.
આ પણ જૂઓ: ધરતીના સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં ફરવાનો બેસ્ટ સમય, અહીં જરૂર જજો