ટ્રેન્ડિંગમનોરંજન

કિસિંગ સીન વિશે શું કહેશે તેની માતા? પ્રશ્ન સાંભળી કરિશ્મા ગુસ્સે થઈ પ્રેસ કોન્ફરન્સમાંથી ચાલી ગઈ

Entertainment News : 1996માં રિલીઝ થયેલી આમિર ખાન અને કરિશ્મા કપૂરની ફિલ્મ “રાજા હિન્દુસ્તાની” એ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવ્યા છે. તે ફિલ્મ વિવેચકોની પ્રશંસા અને બ્લોકબસ્ટર રહી. પરંતુ સૌથી વધુ ચર્ચાસ્પદ દ્રશ્ય આમિર અને કરિશ્મા કપૂર વચ્ચેનો વરસાદી ચુંબન દ્રશ્ય હતું. આ બોલ્ડ અને લાંબા લિપ-લોક દ્રશ્યે તે સમયે દર્શકોમાં ભારે હોબાળો મચાવ્યો હતો.

તેને ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી લાંબો ઓનસ્ક્રિન કિસિંગ સીન્સમાંથી એક માનવામાં આવે છે. હવે આ ઘટનાને લગભગ ત્રણ દશકા બાદ સીનિયર સેલિબ્રિટી ફોટોગ્રાફર રમાકાંત મુંડેએ આ સીનના બેકસ્ટેજ ડ્રામા અને પ્રેસ કોન્ફરન્સ સાથે સંકળાયેલ રસપ્રદ અને ન સાંભળ્યો હોય એવો કિસ્સો શેર કર્યો છે. જેને ફરી એક વાર જૂની યાદો તાજી કરી દીધી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

કરિશ્મા ગુસ્સામાં થઈ બેકાબુ

 

તાજેત્તરમાં હિંદી રશને આપવામાં આવેલા એક ઈન્ટરવ્યૂમાં વરિષ્ઠ ફોટોગ્રાફર રમાકાંત મુંડેએ તે સમયની એક એવી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે જે અંગે ખૂબ ઓછા લોકો જાણે છે. મુંડેએ જણાવ્યું કે, ફિલ્મ રિલીઝ થયા પહેલા મીડિયા અને ઈન્ડસ્ટ્રીમાં આ કિસિંગ સીનને લઈને જબરદસ્ત રિગિંગ બનાલું હતું.

તેઓએ રહ્યું તે તે સમયે સીનને હિંદી સિનેમામાં સૌથી લાંબો કિસિંગ સીન માનવામાં આવી રહ્યો હતો. ફિલ્મ થિએટર્સમાં આવતા પહેલા જ અમારી પાસે એ સીનની કેટલીક તસ્વીરો આવી ચૂકી હતી. એવામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન રિપોર્ટર્સે આ બોલ્ડ સીનને લઈને ડાયરેક્સ કરિશ્મા પર સવાલોનો વરસાદ કર્યો. એક રિપોર્ટરે તો એમ પણ પૂછી લીધું કે, તમે આટલો બોલ્ડ સીન કેવી રીતે કર્યો ? આ અંગે તમારા માતા શું કહેશે ?  આ પ્રશ્ન સાંભળતા જ કરિશ્મા કપૂર પોતાના ગુસ્સા પર કાબૂ રાખી શકી નહીં અને જવાબ આપ્યા વગર તુરંત જ પ્રેસ કોન્ફરન્સ છોડીને ત્યાંથી ચાલી ગઈ. તે બાદ પ્રેસ કોન્ફરન્સ સમાપ્ત કરવામાં આવી.

કરિશ્માના સપોર્ટમાં ઉતર્યા આમિર

 

જ્યારે કરિશ્મા કપૂર ગુસ્સામા મીડિયાના તીખા પ્રશ્નોનો સામનો કરતા ત્યાંથી ચાલી ગઈ, ત્યારે તેમના કો-સ્ટાર આમિર ખાને કમાન સંભાળી. રમાકાંત મુંડે અનુસાર, આમિર ખાને તે રિપોર્ટરને કડક જવાબ આપતા સમગ્ર મીડિયા સામે કહ્યું હતું કે, એવા સવાલો પૂછવાનો કોઈ હક નથી. આ એક આર્ટિસ્ટનો પર્સનલ મામલો છે અને ફિલ્મની  સ્ક્રિપ્ટની ડિમાંડ હતી. આ રીતે પર્સનલ સવાલોને પ્રોફેશનની વચ્ચે આવવા દેવા જોઈએ નહીં.

આ પણ વાંચો : આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 16 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Back to top button