T-20 વર્લ્ડ કપટ્રેન્ડિંગસ્પોર્ટસ

વરસાદ પડશે તો શું થશે પ્લેઓફ મેચોનું ? : ICCએ કર્યો મોટો નિર્ણય

T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી વરસાદને લીધે ચાર મેચ ધોવાઈ ગઈ છે. તેથી હવે ICCએ વરસાદને ધ્યાનમાં રાખીને પ્લેઓફ મેચના નિયમોમાં ફેરફાર કર્યો છે. સેમિ-ફાઇનલ અને ફાઇનલ મેચ દરમિયાન, ઓછામાં ઓછી 10-10 ઓવરની રમત હશે તો જ પરિણામ જાણી શકાશે. આ ઉપરાંત પ્લેઓફ મેચો માટે પણ રિઝર્વ ડે રાખવાનાં નિયમો લીધા છે.

આ પણ વાંચો : HBD KING KOHLI : વિરાટનાં જન્મદિવસ પર જાણો તેનાં કેટલાક રસપ્રદ રેકોર્ડ્સ અને તથ્યો વિશે

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ T20 વર્લ્ડ કપ 2022 માટે નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ દરમિયાન વરસાદ કે અન્ય કોઈ કારણસર મેચનો નિર્ણય ડકવર્થ લુઈસ નિયમ મુજબ ત્યારે જ લેવામાં આવશે જ્યારે બંને ટીમો 10-10 ઓવર રમી હશે. નોંધનીય છે કે T20 ઈન્ટરનેશનલ મેચોમાં વરસાદના કારણે ઓછામાં ઓછી 5-5 ઓવરની રમતમાં વિક્ષેપ પડ્યા બાદ જ ડકવર્થ-લુઈસ નિયમના આધારે નિર્ણય લેવામાં આવે છે.

ICC T20 WC - Hum Dekhenge News
ICC T20 WC

પ્લેઓફ મેચોમાં અનામત દિવસો હશે

આ વખતે T20 વર્લ્ડ કપમાં સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ માટે પણ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. વરસાદને કારણે જો નિર્ધારિત તારીખે સેમીફાઈનલ કે ફાઈનલમાં બે ટીમો વચ્ચે ઓછામાં ઓછી 10-10 ઓવરની રમત ન થાય તો રિઝર્વ ડેનો ઉપયોગ કરવામાં આવશે, અને સેમીફાઈનલમાં જો રિઝર્વ ડેનાં દિવસે પણ વરસાદ પડે તો જે ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેશે તે ફાઈનલમાં પહોંચશે.

જો ફાઇનલ મેચ ધોવાઇ જશે તો?

જો ફાઈનલ મેચ પણ વરસાદને લીધે ધોવાઈ જશે તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. વર્ષ 2002ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને શ્રીલંકાને આ કારણે જ સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતા. T20 વર્લ્ડ કપ 2022ની પ્રથમ સેમિફાઇનલ મેચ 9 નવેમ્બરે સિડનીમાં રમાશે. તે જ સમયે, બીજી સેમિફાઇનલ મેચ 10 નવેમ્બરના રોજ એડિલેડ ઓવલમાં યોજાવાની છે. જ્યારે ફાઈનલ મેચ 13 નવેમ્બરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે.

વરસાદે ઘણી ટીમોની રમત બગાડી

વર્તમાન T20 વર્લ્ડ કપમાં મેચ ધોવાઈ જવાથી ટીમોના સમીકરણ બગાડી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ ચાર મેચ ધોવાઈ ગઈ છે. જ્યાં 28 ઓક્ટોબરે આયર્લેન્ડ-અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડની મેચ વરસાદના કારણે રદ્દ કરવી પડી હતી. આ પહેલા દક્ષિણ આફ્રિકા-ઝિમ્બાબ્વે અને ન્યૂઝીલેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચેની મેચ પણ વરસાદને કારણે અનિર્ણિત રહી હતી. આટલું જ નહીં આયર્લેન્ડે વરસાદને લીધે ડકવર્થ લુઈસ સિસ્ટમ હેઠળ ઈંગ્લેન્ડને મેચમાં હરાવ્યું હતું. જો તે મેચમાં વરસાદે ખલેલ પહોંચાડી ન હોત તો ઈંગ્લેન્ડ મેચ જીતી શક્યું હોત.

Back to top button